રાજુલાના મોટી ખેરાળી ગામે વીજ ટૂકડીના કર્મીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી

  • March 05, 2021 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજુલા તાલુકાના મોટી ખેરાળી ગામે વીજ ચેકિંગમાં ગયેલ વીજ ટુકડીનાં કર્મચારીનાં ટાંટિયા ભાંગી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરનાર એક ગ્રામજન સામે વીજ ઈજનેરે રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર જાગેલ હતી.


પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે બપોરનાં સાડાત્રણ વાગ્યાના સુમારે પીજીવીસીએલના નાયબ ઈઝનેર એન.બી.ચાવડા, જુ.એન્જિ. સી.કે.જોષી, લાઈનમેન એમ.એસ.સોસા, ઈલે.આસી. એન.કે.ઝીંઝુવાડિયા સહિતના વીજ કર્મીઓ મોટી ખેરાળીથી બર્બત્રણા જવાના રોડ ઉપર આવેલ બાલુભાઈ નથુભાઈ જાજડાનું ખેતી વિષયક વીજ જોડાણ ચેક કરી રહેલ હતા. કાયદેસરના મીટરમાંથી વીજ પ્રવાહ લેવાના બદલે વધારાના કેબલ વડે વીજ ચોરી કરતા હોવાનું ચેકિંગ દરમિયાન ખુલેલ હતું. વીજ ચેકિંગ દરમિયાન ભગુ ભુપત જાજડા નામનો શખસ બાઈક લઈને ધસી આવેલ હતો. તેમણે આવી વીજ કર્મીઓને બેમ ગાળો દેવા લાગેલ હતો અને લાઈન સાથે હાથોહાથની ઝપાઝપી કરી લાકડી વડે મારવા દોડેલ હતો. પરંતુ ફરજ પરના અન્ય કર્મચારીઓએ મામલો આગળ વધતા અટકાવેલ હતો. વીજ કર્મી ઉપર હુમલો કરનાર શખસે ધમકી પણ આપેલ હતી કે મોટી ખેરાળી ગામે વીજ કંપનીનો કોઈપણ કર્મચારી વીજ ચેકિંગમાં આવશે તો ટાંટિયા ભાંગી મારી નાખીશ.ઘટના અંગે નાયબ ઈજનેર એન.બી.ચાવડાએ ભગુ ભુપત જાજડા સામે રાજુલા પોલીસમાં માર મારી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવેલ હતી. હેડ કોન્સ. એસ.વી.કાનરિયાએ તપાસ હાથ ધરેલ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS