BREAKING NEWS

રાજકોટમાં દેણું ઉતારવા ડ્રાઇવરનો ધંધો છોડી નકલી ચલણી નોટ છાપવાનું શરૂ કયુ !

  • March 14, 2026 09:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૂપિયા ૧૦૦ અને ૨૦૦ના દરની ૩૮ જાલી નોટ સહિત ૨૩,૧૦૦ના મુદ્દામાલ સાથે આરોપી નૈતિક અગ્રાવતને એસઓજીએ ઝડપી પાડ

નૈતિકે યુ–ટુબ પરથી આબેહબ અસલી જેવી નોટ બનાવવાનું શીખ્યો
જાલી નોટ સાથે એસ ઓ જી એ ઝડપી લીધેલ નૈતિક અગ્રાવત છેલ્લા ઘણા સમયથી યુ–ટુબ ઉપર નકલી નોટ છાપવાના વીડિયો જોઈ,વીડિયોના આધારે તેણે એક સાહ પહેલાં નોટ છાપવાનું શ કયુ હતુ નૈતિકે છાપેલી નકલી નોટ ૮૦% અસલ જ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. નોટ છાપવાના બેનંબરી ધંધામાં એક વ્યકિતએ તેની મદદ પણ કરી હોવાનું સામે આવતા તેની શોધખોળ શ કરી છે

રાજકોટના રૈયાધાર વિસ્તારના મફતિયાપરામાં રહેતા અને ડ્રાઇવિંગ અને કલીનર તરીકે કામ કરતા શખ્સે ત્રણ લાખ જેવું દેણું થઈ જતા ઓરડી ભાડે રાખી નકલી ચલણી નોટ છાપવાના કાળા કારોબાર ઉપર શહેર એસઓજી એ દરોડો પાડી  ૧૦૦ અને ૨૦૦ના દરની ૭૩ નકલી (જાલી ) નોટ સાથે રૈયાયધાર મફતીયા પરામાં રહેતા શખ્સને ઝડપી ૩૮ નકલી નોટ સહિત કુલ ૨૩,૧૦૦ ના મુદ્દા માલ સાથે આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમારઝા નવનિયુકત એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ ભાંગરવા , એસીપી ક્રાઈમ બીબી બસીયાની સૂચનાથી એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી.
તે વેળા એએસઓજીના એએસઆઈ રાજેશ બાળા, હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ જાડેજા, અણ બાંભણિયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ સહિતની ટીમને બાતમી મળી હતી કે મફતિયાપરામાં ઓરડીની અંદર નકલી નોટ છાપવામાં આવી રહી હતી. ઉપરોકત હકીકતના આધારે પીએસઆઇ વી કે ઝાલા સહિતની ટીમે રૈયાધાર મફતીયા પરા વિસ્તારમાં દરોડો પાડયો હતો.
આ દરોડા દરમિયાન આરોપી નૈતિક મહેન્દ્રભાઈ અગ્રાવત ઉ.વ.૨૯, રહે. મફિતયાપરામાં ભાડાની ઓરડીમાં ચલણી જાલીનોટનું છાપકામ કરી રહ્યો હોય નૈતિકની ધરપકડ કરી આરોપીની યુકિત પ્રયુકિત થી પોલીસે પૂછપરછ શ કરતા તેણે જણાવ્યું કે તે ટ્રાવેલ્સની બસમાં ડ્રાઈવર અને કિલનર તરીકે કામ કરે છે.
પોતાનો મર્યાદિત પગાર હોય તેના ઉપર દેણું વધી જતા ત્રણેક લાખ લીધેલ જે ભરપાઈ કરી શકતો ન હોય લેણદારોની ઉઘરાણીથી કંટાળી આ નકલી નોટ છાપવાના રવાડે ચડી ગયો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે નોટ છાપવા માટે નૈતિકે એક સાહ પહેલાં ૧૦૦ અને ૨૦૦ના દરની નકલી નોટ છાપવાનું શ કયુ હતું.
આ પછી ટ્રાયલ કરવા માટે તેણે ૧૦૦ના દરની બે નોટ વટાવવા પ્રયત્ન કરતા આ નકલી નોટ રિક્ષાચાલક અને શાકભાજીવાળા પાસે વટાવી લીધી હતી,જે જાલી નોટ ચાલી જતાં નૈતિકની હિંમત વધી ગઈ હતી અને તેણે પછી મોટાપાયે નોટ છાપવાનું શ કરી દીધું હતું,જો કે વધુ નોટ વટાવે તે પહેલાં જ પોલીસે તેને પકડી પાડયો હતો. પ્રિન્ટર–સ્કેનર, કાગળ સહિતની ખરીદી કરવા માટે એક વ્યકિતએ રોકાણ પણ કયુ હતું જેની પણ શોધખોળ ચાલી રહી છે. પોલીસે નૈતિકના કબજામાંથી ૩૮ નગં ૧૦૦ તેમજ ૨૦૦ના દરની નોટ તેમજ ૩૫ નગં ૧૦૦ના દરની નોટવાળા
પેપર, પ્રિન્ટર, પેન્સીલ, કટર, ફુટપટ્ટી, એ–૪ સાઈઝના કાગળ, મોબાઈલ, લાઈટ બિલ સહિત કુલ ૨૩૧૦૦ પિયાનો મુદ્દામાલ કબજે કર્યેા છે, આરોપી નૈતિક સામે અગાઉ યુનિવર્સિટી અને ગાંધીગ્રામ પોલીસ મથકમાં પણ ગુના નોંધાયેલા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News