વિદેશી ફટાકડા ફોડવા, વેચાણ પર પ્રતિબંધ, ગ્રીન ટ્રીબ્યુનલને ઉલ્લેખીને પોલીસ કમિશનરનું જાહેરનામું
દિવાળી પર્વ તેમજ દેવદિવાળીએ રાત્રે માત્ર બે કલાક જ સાંજે ૮ થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. વિદેશી તેમજ હવા, અવાજ સહિતના પ્રદુષણને લઈને સુપ્રિમ કોર્ટ તથા ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ ઉલ્લ ેખીને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્રારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.
આગ, અકસ્માત કે કોઈ દુર્ઘટના ન બને તે માટે ખાસ તકેદારી રાખવા જાહેર રસ્તાઓ, બજારો, ધાર્મિક સ્થળો, પેટ્રોલ પપં કે સીએનજી પપં અથવા આવા જવલંનશીલ પ્રવાહી, ગેસ પ્લાન્ટ સ્થળો નજીક ફટાકડા ફોડી શકાશે નહીં. આ ઉપરાંત કોર્ટ, હોસ્પિટલો, શૈક્ષણીક સંકુલો, ધાર્મિક સ્થળો, એરપોર્ટ નજીક ૧૦૦ મીટર સાયલન્ટ ઝોન હોવાથી ત્યાં પણ ફટાકડા ફોડી શકાશે નહીં. ભારે ઘોંઘાટ, હવા, પ્રદુષણ કરતા ફટાકડાઓ પણ ન ફોડવા જાહેરનામામાં નિર્દેશ કરાયો છે. તમામ ઈકોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન ફટાકડા વેચાણ પર પ્રતિબધં મુકાયો છે. નિયત કરાયેલી અલગ અલગ ડેસીબલ (અવાજ માત્ર) અધિકૃત બનાવટવાળા ગ્રીન ફાયર ક્રેકર્સનું વેચાણ કરવા પણ અનુરોધ થયો છે. ઉપરોકત આ જાહેરનામું તા.૧૬૧૧૨૦૨૪ સુધી અમલમાં રહેશે.
વિદેશી ફટાકડા સંબંધી હજી એકપણ કેસ પોલીસ ચોપડે નોંધાયો નથી
વિદેશી ફટાકડાની આયાતિ પર પ્રતિબધં છે જેથી કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત સંગ્રહ કે વેચાણ વેપારીઓ દ્રારા કરી શકાશે નહીં. ચાઈના તુકકલ, બલુન, ઉંદરડીઓ કે આવા વિદેશી ક્રેકલ્સનું છુપી રીતે ધુમ વેચાણ થતું રહે છે. આ વખતે કાં તો રાજકોટ શહેરમાં આવા એક પણ વિદેશી ફટાકડા આવ્યા નથી અથવા તો પોલીસને કોઈ સ્થળે, વેચાણમાં આવા વિદેશી ફટાકડાઓ નજરે પડયા નથી કારણ કે, હજી સુધી આવો એક પણ કેસ નોંધાયો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરાલી સળગાવવાનો દંડ બમણો કરાયો, 30,000 રૂપિયા સુધીનો થઈ શકે છે દંડ
November 07, 2024 04:15 PMમગની દાળ પણ વજન ઘટાડવામાં મદદ કરે છે, જાણો એક્સપર્ટ પાસેથી ડાયટમાં સામેલ કરવાની રીત
November 07, 2024 04:03 PMછઠ પૂજા વ્રતના પારણા કેવી રીતે થશે પૂર્ણ?
November 07, 2024 03:56 PMઆજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે, જાણો છઠ વ્રતની કથા અને પૂજાનું મહત્વ?
November 07, 2024 03:54 PMજૈન ધર્મના લોકો જમીનમાં ઉગેલી વસ્તુઓ કેમ નથી ખાતા? જાણો કારણ
November 07, 2024 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech