રાજકોટ જિલ્લ ામાં દિવાળીના તહેવારો નજીક આવતા સરકારી કચેરીઓમાં પણ સાફસફાઈનો દોર શરૂ થયો હોય તેમ રાજકોટ જિલ્લ ામાં ૨૨ નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. જેમાં કોઈને મન ભાવક તો કોઈને ન ગમતી જગ્યા મળતા થોડોક ખચકાટ તો થોડીક ખુશી જેવું થયું છે. જસદણ, વિંછીયા તાલુકામાં એકસામટા ૬ નાયબ મામલતદારને ઉલટપુલટ બદલાવી નખાયા છે. આ પંથકના રાજકીય અગ્રણીની ફરિયાદને લઈને જસદણ–વિંછીયામાં સાગમટે બદલીઓ થઈ હોવાની પણ જાણકારોમાં ચર્ચા છે. રાજકોટ જિલ્લ ા કલેકટર દ્રારા નાયબ મામલતદારોની કરાયેલી બદલીમાં વિંછીયાના અશ્ર્વિન પડાણીને ગોંડલ મામલતદાર કચેરીમાં મધ્યાહન ભોજન યોજનામાં મુકવામાં આવ્યા છે. વિંછીયાના સર્કલ ઓફિસર જનક ખાંભલાને ગોંડલ ગ્રામ્યમાં બદલાવાયા છે. જયારે તુષાર દેવમુરારીની જેતપુર ગ્રામ્યમાં બદલી થઈ છે. જસદણના દિનેશ આચાર્યને વિંછીયામાં પડાણીના સ્થાને મુકવામાં આવ્યા છે. ઈશ્ર્વર ભડાણીયાને ખાંભલાનું સ્થાન મળ્યું છે. જયારે મહેશ પરમાર દેવમુરારીની જગ્યાએ મુકાયા છે.
રાજકોટ સીટી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર સુભાષ ઉંધાડને જેતપુર ગ્રામ્યમાં પુરવઠામાં જયારે ઉંધાડની જગ્યાએ પુરવઠા વિભાગના ધીરેન્દ્ર પુરોહીતને પોસ્ટીંગ અપાયું છે. ઈઓસી વિભાગના તેજસ બાણુગરીયાને રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરની જવાબદારી સોંપાઈ છે. આવી જ રીતે પડધરી ઈ–ધરાના ધર્મેન્દ્રસિંહ ઝાલા રાજકોટ તાલુકામાં સર્કલ ઓફિસર તરીકે મુકાયા છે. જેતપુર ગ્રામ્યના મિલન કાપડીયાની પ્રાંચ કચેરી ગોંડલમાં બદલી થઈ છે. પુરવઠા વિભાગના હરદીપસિંહ જાડેજાને પડધરી ઈ–ધરા નાયબ મામલતદારની જવાબદારી સોંપાઈ છે. ગોંડલ ગ્રામ્યના રીના મહેતાને પુરવઠા નિરીક્ષક તરીકે રાજકોટ કચેરીમાં મુકાયા છે. રાજેન્દ્રસિંહ જાડેજાને જેતપુર ગ્રામ્યમાંથી રાજકોટ તાલુકા પુરવઠા, રાજકોટ તાલુકા સર્કલ ઓફિસર સંજય કથીરીયાની પુરવઠામાં બદલી થઈ છે. રાજકોટ સીટી પ્રાંત કચેરી–૨ના શીરસ્તેદાર હિતેન્દ્રસિંહ ચુડાસમા કોટડાસાંગાણીમાં મુકાયા છે. રાજકોટ પિમ કચેરીના સર્કલ ઓફિસર મહીરાજસિંહ ઝાલાને આજ કચેરીમાં નાયબ મામલતદાર તરીકે આરએકેની જવાબદારી મળી છે. પડધરીના દિલીપ પાદરીયાને મહીરાજસિંહની જગ્યાએ સર્કલ ઓફિસર તરીકે મુકવામાં આવ્યા છે.
રાજકોટ સીટી પિમના હીરેન જોષીને ચુડાસમાની જગ્યાએ શીરસ્તદારની જવાબદારી સોંપાઈ છે. જામકંડોરણાના વિક્રમસિંહ જાડેજાને રાજકોટ કલેકટર કચેરી લોકરક્ષક શાખામાં રૂડામાં કિમ્પલ હીંગરાજીયાને રાજકોટ તાલુકા મધ્યાહન ભોજન યોજનામાં જયારે તેની જગ્યાએ દીપાલી પરમારને મુકવામાં આવ્યા છે. જસદણ પંથકમાં વધેલી ફરિયાદને લઈને ૬ બદલીની સાથે ૨૨ નાયબ મામલતદારની દિવાળી પુર્વે સાગમટે બદલીઓ થઈ છે. જેમાં કેટલાકને મન ભાવક તો કેટલાકને અણગમતી જગ્યા મળી હોવાની વાતો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને રાહત, માનહાનિ કેસમાં કોર્ટે આપ્યા જામીન...આ હતો મામલો
January 10, 2025 10:58 PMBZ પોન્ઝી સ્કીમના રોકાણકારો માટે ખુશીના સમાચાર: આટલા દિવસમાં નાણાં પરત કરવાની પ્રક્રિયા થશે શરૂ
January 10, 2025 10:31 PMરાજકોટ: કાલાવડ રોડ પર બેફામ કાર ચાલકનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટે
January 10, 2025 10:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech