રાજકોટ શહેર એસઓજીએ સાહમાં બીજી વખત મેફેડ્રોન (એમડી) ડ્રગ પકડી પાડયું છે. લાઠીના શખસને ઝડપી લીધા બાદ ગતરાત્રે બાઈક પર ૧.૯૫ લાખની કિંમતના ૧૯.૫૨ ગ્રામ ડ્રગ સાથે નીકળેલો ફ્રત્પટ તથા કાપડનો ધંધો કરતા જલાલમીયા તાલબમીયા કાદરી ઉ.વ.૫૧ નામના શખસને ઝડપી લઈ ૨.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા છે.
જામનગર રોડ પર નવા કોર્ટ બિલ્ડીંગ નજીક કાચા માર્ગ પરથી મેફેડ્રોનના જથ્થા સાથે એક ઈસમ હોવાની એસઓજીના જમાદાર ફીરોજભાઈ રાઠોડ, ઈન્દ્રસિંહ જાડેજાને માહિતી મળી હતી. જેના આધારે પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઈ એમ.બી.માજીરાણા, એએસઆઈ ડી.બી.ખેર, હાદિર્કસિંહ પરમાર સહિતનાએ વોચ ગોઠવી હતી.
ગાંધી જયંતીના દિવસે જ માહિતી મુજબ જીજે૩એમસી ૯૬૪૮ નંબરનું એકટીવા લઈને નીકળેલા શખસને પોલીસે અટકાવી તલાસી લીધી હતી. તેના કબજામાંથી ૧૯.૫૨ ગ્રામ ડ્રગ મળી આવ્યું હતું. આરોપીનું પોલીસે નામ, સરનામુ, વ્યવસાય પુછતા પોતાનું નામ જલાલમીયા તાલબમીયા કાદરી અને જામનગર રોડ પર બજરંગવાડી શેરી નં.૨ ટાવર નીચે રહેતો હોવાનું પોલીસને જણાવ્યું હતું. આરોપી વ્યવસાયે ફ્રત્પટનો તથા કાપડનો વેપાર કરે છે. આરોપી સામે ગુનો નોંધી કબજો યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવ્યો હતો.
ડ્રગ કયાંથી લાવ્યો ? કોને આપવાનો હતો ? અગાઉ કયારે લાવ્યો છે કે નહીં ? તે સહિતના મુદ્દે આરોપીના રીમાન્ડ મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. ગઈકાલે ગાંધી જયંતીના દિવસે જ રાજકોટ પોલીસે દારૂ અને ડ્રગ્સ પકડી પાડયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech