રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું મતદાન, આજે બપોરે કોરોના ટેસ્ટ આવ્યો હતો નેગેટિવ

  • February 21, 2021 05:05 PM 

આજે રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનું મતદાન થયું તેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ મત આપ્યો હતો. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદમાં સારવાર લઈ રહ્યા હતા. ત્યાંથી આજે મતદાન કરવા માટે તેઓ રાજકોટ આવ્યા હતા. 
 

મુખ્યમંત્રી  હાલ સુધી યુ.એન. મહેતા હોસ્પિટલ અમદાવાદમાં કોવિડ-19 કોરોનાની સારવાર હેઠળ હતા. આજે બપોરે કરવામાં આવેલો તેમનો કોરોના માટેનો RT PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.  ત્યારબાદ તેઓ અમદાવાદથી હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યા હતા. 
 

મુખ્યમંત્રી વિજયભાઈએ રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડેલી કોવિડ-19 પોઝિટિવ, શંકાસ્પદ, કવોરેન્ટાઇન દર્દીઓ હોય તેવા મતદારો માટેની મતદાન માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 


મુખ્યમંત્રી વિજયભાઈએ મતદાનના છેલ્લા કલાક એટલે કે 5 થી 6 વાગ્યા દરમ્યાન મતદાન કરવા ગયા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ, રૂમ નં. 7, જીવનનગર સોસાયટી-1, બ્રહ્મસમાજ પાસે, રૈયારોડ ખાતેના મતદાન મથકેથી પોતાનો મત આપ્યો હતો.  
 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS