પ્રભાસપાટણમાં ગૌશાળા પાસે જાહેરમાં જુગાર રમતા ૯ શખસો ઝડપાયા

  • November 28, 2023 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર વી.એ.ચારણની સૂચન તેમજ માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પો.કોન્સ. કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા કૈલાશસિંહ જેસાભાઈ તથા કરણસિંહ બાબુભાઈને મળેલ ચોકકસ હકીકત આધારે વેણેશ્ર્વર ગૌશાળાની બાજુમાં પીપળાના ઝાડ નીચે આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગારની રેઈડ કરી ૯ શખસોને જુગાર રમતા ‚ા.૧૧,૬૦૦ રોકડ સહિત ૩૬,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલા શખસોમાં કિશોર રામાભાઈ પંડિત (ઉ.વ.૩૫), વિનોદ સામતભાઈ ગઢીયા (ઉ.વ.૪૬), કરસન ગોવિંદભાઈ ગરેજા (ઉ.વ.૪૯), સરમણ અરજણભાઈ વાજા (ઉ.વ.૪૬), મયુર અશોકભાઈ ગરેજા (ઉ.વ.૨૨), કપીલ ભગાભાઈ ભરડા (ઉ.વ.૨૨), મહેન્દ્ર નારણભાઈ વાજા (ઉ.વ.૨૪), રાહુલ રામાભાઈ વાજા (ઉ.વ.૨૪), રાજેશ ઉર્ફે જયેશ જયસુખભાઈ ગૌસ્વામી (ઉ.વ.૩૩)નો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application