પોરબંદરમાં આગેવાનોએ હોડીમાં બેસીને કરી બચાવ કામગીરી

  • August 31, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના ખાડીકાઠાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હોવાથી તેમજ ઉપરવાસ માંથી છોડવામાં આવેલા પાણી ને લીધે ઘરવખરી ડૂબી રહી હોવાથી ભૂખ્યા તરસ્યા લોકોના સ્થળાંતર સહિત તેમને ભોજન પૂરુ પાડવાની કામગીરી માટે આગેવાનો હોળીમાં બેસીને ગયા હતા.


ભારે વરસાદ અને ઉપરવાસ થી છોડેલ પાણીના લીધે કુંભારવાડા વિસ્તારમાં  પુરની પરિસ્થિતિ થઈ છે ત્યારે કુંભારવાડા વિસ્તારમા ઘણા વર્ષો પછી એટલું પાણી આવ્યું લોકોનું જનજીવન ખોરવાઈ ગયું હતું ૮૦% થી વધુ અનેક ઘરોમા પાણી ઘૂસ્યું ત્યારે ધારાસભ્ય શ્રી અર્જુન ભાઈ મોઢવાડીયા ના માર્ગદર્શનથી વિસ્તારના લોકો જે પાણી મા ફસાયા હતા તેને બહાર કાઢવામાંની વ્યવસ્થા કરી હતી હોડીમાં બેસીને તેઓએ આ બચાવ કામગીરી કરી હતી અને અંદાજે ૭૦ જેટલા પરિવારોને બહાર કાઢ્યા હતા એમ ઇન્ડિયન રેડક્રોસ ના પ્રમુખ રામદેવભાઈ મોઢવાડીયા પાયોનીયાર કલબ ના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા ના સહયોગથી અંદાજે ૧૨૦૦ થી પણ વધુ લોકોને ઘરે ઘરે જાઉંને ફૂડ પેકેટ દૂધ સુકો નાસ્તો અનેક જરૂરિયાત ચીજ વિસ્તાર ના ભારતીય જનતા પાર્ટીના યુવા આગેવાન ધર્મેશભાઈ પરમાર વિસ્તારના સેવાભાવિ યુવાનો સંજયભીખુ ઓડેદરા અર્જુન ભૂતિયા જય પરમાર કરણ પરમાર રાજ હરીશ પોપટ જયરાજ સિગડિયા ચિરાગ ડાભી સાગર મેથાનીયા ધવલ કોરીયા, સુનીલ અંત્રોલિયા, મનીષ ભૂતિયા, વસ્તુઓ પહોંચાડી ને લોકો સુધી પહોંચાડી હતી. રામદેવભાઈ મોઢવાડિયા અને તેમની ટીમને લોકોએ આ સેવા પ્રવૃત્તિ બદલ બિરદાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application