પોરબંદર શહેરમાં હજારો લોકો ગટર અને ખાડીના પાણીમાં ગરકાવ છતાં ધારાસભ્યએ અગાઉ કરતા રાહત હોવાનું જણાવ્યું!

  • August 31, 2024 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



નેતાઓ પક્ષ પલટો કરે પછી તેનો સુર કેટલી હદે બદલાઈ જતો હોય છે,તેની અનુભુતિ પોરબંદર વિધાનસભા સીટના મતદાર કરી રહ્યા છે જેમાં છેલ્લા બે દિવસથી પોરબંદરમાં વરસાદ વરસ્યો નહી હોવા છતાં પોરબંદર શહેરમાં હજારો લોકો ખાડીના અને ગટરના ગંદા પાણીમાં જીવી રહ્યા છે.અને તેમ છતાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સ્વાભાવિક રીતે જ પોતાનો સુર બદલીને ભાજપ સરકારનો બચાવ કરી રહ્યા હોય તેમ એવું જણાવી રહ્યા છે કે,અગાઉ વરસાદની પરિસ્થિતિ હતી તેના કરતા આ વખતે રાહત છે. 



ગ્રામ્ય વિસ્તારમાં ૮૨ લોકોના રેસ્ક્યુધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં પુરમાં ફસાયેલ કુલ ૮૨ લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા હતા, જે પૈકી ૧૦ જેટલી વ્યક્તિઓને નેવી-કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર દ્વારા એરલીફ્ટ કરીને બચાવવામાં આવ્યા હતા. બીજી બાજુ પુરની પરિસ્થિતીમાં લોકોના જીવ બચાવવા માટે વહીવટી તંત્રએ ખડેપગે ફરજ બજાવી છે. છેલ્લા પાંચ દિવસમાં  પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં પુરમાં ફસાયેલ કુલ ૮૨ લોકોને એન.ડી.આર.એફ, નેવી, કોસ્ટગાર્ડ, પોલીસ અને વહીવટી તંત્રની ટીમોએ નાગરીકોના સહયોગથી રેસ્ક્યુ કરીને બચાવ્યા હતા.આ પૈકી ૧૦ જેટલી વ્યક્તિઓને તો નેવી-કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને બચાવવામાં આવ્યા હતા 



પોરબંદરમાં ૧૦૦૦ નું સ્થળાંતર પોરબંદર શહેરમાં લગભગ ૧૦૦૦ જેટલા નાગરીકોને સ્થળાંતર કરાવી બચાવાયા છે,  સ્થળાંતરીત થયેલ નાગરીકો સહિત પાંચ હજાર અસરગ્રસ્તોનેને ફુડ પેકેટ આપવાનું કાર્ય થઈ રહ્યું છે. પોરબંદર શહેરમાં પણ લગભગ ૧૦૦૦ જેટલા નાગરીકોને વહીવટી તંત્ર અને ભાજપના કાર્યકરોએ સાથે મળીને સ્થળાંતર કરાવી બચાવી લીધા હતા.પોરબંદર શહેરમાં પુરના કારણે લગભગ ચાર હજાર જેટલા પરિવારોને અસર થઈ છે. સ્થળાંતરીત થયેલ નાગરીકો સહિત અસરગ્રસ્તોને વહીવટી તંત્ર તેમજ સ્વૈચ્છીક સંસ્થાઓએ મળીને લગભગ પાંચ હજાર લોકોને ફુડ પેકેટ આપવાનું કાર્ય થઈ રહ્યું છે.આ પૈકી ત્રણ હજાર લોકોને ભાજપના આગેવાનો  રામદેવભાઈ મોઢવાડિયા,પ્રવીણભાઈ ખોરાવા અને  ધર્મેશભાઈ પરમારની ટીમ દ્વારા ફુડ પેકેટ પહોંચાડાઈ રહ્યા છે.જ્યારે યુવા ભાજપની ટીમે પોરબંદરમાં ગાયો માટે જાડા ધાનના રોટલા બનાવી વહેંચવાનું કામ ઉપાડી લીધું હતું. 



વીજ પુરવઠો પુન: સ્થાપિત થયાનો દાવો પોરબંદર શહેરમાં ૯૮% વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યોતીગ્રામ યોજના હેઠળ લગભગ ૧૫૦ ગામોમાં વીજ પુરવઠો પુન: સ્થાપિત થઈ ગયો છે, વાડી વિસ્તારોમાં ૯૦% વિસ્તારોમાં વીજ પુરવઠો પુન: શરૂ કરી દીધો છે. પુર અને ભારે પવનના કારણે સૌથી વધુ અસર વીજ પાવર સપ્લાયને થઈ હતી.જે સંદર્ભે ધારસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ અને પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડીરેક્ટર જોડે વાત કરતા તેઓએ પી.જી.વી.સી.એલ. ના અધિક મુખ્ય ઈજનેર અને જુનાગઢથી વધારાની ટેકનીકલ ટીમો સાધન સરજામ સાથે પોરબંદર મોકલેલ છે અને યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. પોરબંદર શહેરમાં ૯૮% વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ લગભગ ૧૫૦ ગામોમાં વીજ પુરવઠો પુન: સ્થાપિત થઈ ગયો છે.વાડી વિસ્તારમાં કૃષિ વિષયક વીજ લાઈનના થાંભલાઓ અને વાયરો પુરના કારણે તુટી ગયા હતા.

પાણી ભરાવાને કારણે મુશ્કેલીઓ હતી છતાં વીજ કર્મીઓએ મહેનત કરીને વાડી વિસ્તારોમાં ૯૦% વિસ્તારોમાં વીજ પુરવઠો પુન: શ‚ કરી દીધો છે.
ધારાસભ્યએ અસરગ્રસ્તોની લીધી મુલાકાત 
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં પગે ચાલીને તેમજ ટ્રેક્ટર મારફતે અસરગ્રસ્તોની મુલાકાત લઈને મુશ્કેલીઓ જાણી જ‚રી મદદ પહોંચાડી હતી.
સરકાર ટીમો બનાવી કરશે સર્વે
રાજય સરકાર દ્વારા પુરના પાણી ઉતરી ગયા પછી અસરગ્રસ્ત ઘરો અને વિસ્તારોનો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઉભા પાકને તથા ખેડુતોના ખેતરોમાં ધોવાણ બાબતે સર્વે ટીમો બનાવવા જિલ્લા વહીવટી તંત્રને સુચના અપાઈ છે.સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદના કારણે પોરબંદર જિલ્લામાંથી પસાર થઈને દરિયામાં ભળતી નદીઓમાં અતિ ભારે પુર આવતા અને પોરબંદર જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે પુરમાં વધારો થતા પોરબંદર જિલ્લાનો સમગ્ર ઘેડ વિસ્તાર એક સરોવરમાં ફેરવાઈ ગયો હતો.આ ઘેડ વિસ્તારનું પાણી પોરબંદર શહેરમાં આવેલ કર્લી નદી ક્રિકમાં આવતા કર્લીક્રિકની બન્ને બાજુ નીચાણવાળા વિસ્તારમાં કાચા મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા.આ ઉપરાંત અન્ય કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા.
પુરની પરિસ્થિતિનું મોનીટરીંગ
પોરબંદર જિલ્લામાંથી પસાર થતી વર્તુ નદીના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વર્તુ-૨ ડેમના ૨૦ દરવાજા ખોલવા પડ્યા હતા. તેમજ સ્થાનિક વરસાદનું પાણી પણ વર્તુ નદીમાં ભળતા વર્તુ નદીમાં ભારે પુર આવ્યુ હતું.આ પુરની પરિસ્થિતી વચ્ચે ચાલુ વરસાદમાં જ કલેકટરની આગેવાનીમાં સમગ્ર વહીવટી તંત્રને કામે લગાડી દેવામાં આવ્યું હતું. પુરમાં ફસાયેલ લોકો સંપર્ક કરી શકે તે માટે કંટ્રોલ ‚મનો નંબર તથા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાનો નંબર વિડીયો મારફતે જાહેર કર્યો હતો. 
પાણીના પંપ લગાડ્યાનો દાવો
ખાસ કરીને પોરબંદરમાં આ વખતે ડીવોટરીંગ કરવાની આગોતરી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હતી, જેના ભાગરૂપે પોરબંદરમાં પક્ષી અભ્યારણ પાસે ૧૦૦ એચ.પી. ક્ષમતાના બે પંપ 
(અનુ. છઠ્ઠા પાને)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application