પોરબંદરમાં ભુલુ પડીને આવી ચડયું વાનરરાજોનું ઝુંડ

  • March 25, 2021 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સામાન્ય રીતે વાનરો જંગલોમાં જોવા મળતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વાનરોનું એક ઝુંડ પોરબંદર શહેરમાં ભુલુ પડીને કયાંકથી આવી ચડયું છે જેથી અલગ-અલગ વિસ્તારોમાં લોકોના ઘરમાં ઘુસી જતાં કપિરાજ ને ફળાહાર કરાવવામાં આવી રહ્યો છે.
જે રીતે બરડા ડુંગરના જંગલનો નાશ થઇ રહ્યો છે અને વન્ય પ્રાણીઓને ખોરાકી માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, બરડામાં ધમધમતી દાની ભઠ્ઠીઓને લીધે પ્રયર્વિરણ અને પ્રકૃતિનો સોથ વળી ગયો છે તેથી દિપડા થી માંડીને નિલગાય જેવા પ્રાણીઓ પણ શહેર સુધી પહોંચી ગયા છે તે ઉપક્રમમાં હવે કપિરાજનું એક ઝુંડ પણ પોરબંદરમાં આવી પહોંચ્યું છે અને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જઇને લોકોના મકાન અને ફળીયામાં બેસીને તથા દિવાલો ઉપર ચડીને કુદાકુદ કરી રહ્યું છે.
છેલ્લા 1પ દિવસથી પોરબંદરના જુદા-જુદા વિસ્તારોમાં કપિરાજ દેખા દઇ રહ્યા છે, છાંયાચોકી, મોઢાકોલેજ વિસ્તાર, ગ્લોબલ હોસ્પિટલની આજુબાજુનો વિસ્તાર, પંચાયતચોકી વિસ્તાર સહિત છાંયા મેઇન રોડ અંદરની ગલીઓ અને ભારતીય વિદ્યાલય જેવા વિસ્તારોમાં વાનરો લોકોના ઘરમાં ઘુસીને અને દિવાલ ઉપર બેસીને અવનવી મજાક મસ્તી કરતા નજરે ચડે છે. લોકો પણ કપિરાજથી ભયભિત થવાને બદલે તેને આવકારી રહ્યા છે અને તેમને પસંદ હોય તેવું ભોજન પુ પાડી રહ્યા છે. કોઇના ઘરેથી કેળા તો કયાંકથી તરબુચ, કયાંકથી કાકડી અને દુધી તો કયાંકથી ચીકુ અને દ્રાક્ષ જેવા ફળો અને લીલા શાકભાજી કપિરાજ હોંશે હોંશે આરોગી રહ્યા છે. અમુક વિસ્તારોમાં શ્ર્વાન દ્વારા ભસીભસીને વાનર રાજને દુર કરવાના પ્રયત્નો થાય છે. શ્ર્વાનના ‘ભાવ ભાવ’ સામે કપિરાજનું ‘હુપાહુપ’ અનેક ગલીઓમાં સંભળાઇ રહ્યું છે. ભગવાન શ્રી પરશુરામ માર્ગ ઉપર આવેલ કષ્ટભંજન હનુમાનજીના મંદિર પાસે પણ આ કપિરાજે દિવાલ ઉપર બેસીને કેટલોક સમય સુધી લોકોને મનોરંજન પુ પાડયું હતું. પોરબંદરવાસીઓ પણ આ વાનરોને મહેમાન ગણીને ભાવતા  ભોજનીયા પુરા પાડી રહ્યા છે. શહેરની માધવાણી કોલેજ નજીકના હાઇવે અને સોસાયટી વિસ્તારમાં પણ વાનરો વૃક્ષો ઉપર કુદાકુદ કરતા નજરે ચડી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે, આ વાનરો કોઇને હેરાન કરતા નથી તેથી માણસીલા એવા આ વાનરો સાથે પોરબંદરવાસીઓ પણ હળીભળી ગયા છે. બાળકો પણ વાનરરાજ સાથે મજાક-મસ્તી કરીને મનોરંજન મેળવી રહ્યા છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS