પોરબંદરમાં ૩૧ લાખ ૩૧ હજારનો મુદ્ામાલ માલિકોને થયો અર્પણ

  • December 12, 2024 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં હાર્બર મરીન પોલીસ મથક ખાતે ૩૦ લાખથી વધુના વાહનો અને મોબાઇલ સહિત ૩૧ લાખ ૩૧ હજારનો મુદામાલ અર્પણ કરવાનો કાર્યક્રમ હાર્બર મરીન પોલીસ મથક ખાતે યોજાયો હતો.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ગુમ, ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા તેમજ ગુન્હાના કામે નાના મોટા વાહનો કબ્જે કરવામાં આવેલ જે કોર્ટના અલગ અલગ હુકમોના આધારે મુદામાલ મૂળ માલિકને સોંપવા સુચનાઓ કરવામાં આવેલ હોય જે અનુસંઘાને પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી. સાળુંકે તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા મોબાઇલ ફોન શોધી કાઢવા તેમજ ગુન્હાના કામે નાના મોટા વાહનો કબ્જે કરવામાં આવેલ મુદામાલ મુળ માલીકોને સુપરત કરેલ જેમાં પાર્ટ એ, બી.સી.નો કુલ મુદામાલ જેની કિં. ‚ા. ૩૦,૬૩,૦૦૦ તેમજ હાર્બર મરીન પોલીસ ટીમો બનાવી ટેકનીકલ સોર્સના આધારે સી.ઇ.આઇ.આર. પોર્ટલ સેન્ટ્રલ ઇકવીપમેન્ટ આઇડેન્ટીટીટી  રજીસ્ટર ગવર્નમેન્ટ વેબસાઇટની મદદથી ટ્રેકીંગમાં મૂકી સી.ઇ.આઇ.આર. પોર્ટલમાં સતત મોનીટરીંગ કરી ગુમ થયેલ મોબાઇલ ફોનો ટ્રેસ કરી શોધી કાઢવામાં આવેલ છે. જેમાં કુલ મોબાઇલ ફોન -૩ જેની કિ. ‚ા. ૬૮,૦૦૦ એમ કુલ કિં. ૩૧,૩૧,૦૦૦નો મુદામાલ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મુળ માલીકોને સોંપવામાં આવેલ છે. આ કામગીરી હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર એસ.ડી. સાળુંકે, પી.એસ.આઇ. એન.કે.વાઘેલા, એ.એસ.આઇ. બી.ડી. વાઘેલા, વુમન એ.એસ.આઇ. યુ.પી. ખુમાણ, પો.હેડ. કોન્સ્ટેબલ પી.એન. બંધિયા, વુમન અન આર્મ્ડ હેડ કોન્સ્ટેબલ એસ.ડી. બગડા દ્વારા કરવામાં આવેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application