પટેલનગરમાં હાથ ઉછીના પૈસા નહીં આપતા યુવાન પર છરીબાજી

  • May 29, 2021 01:40 PM 

જામનગરના પટેલનગર ચોકડી પાસે નજીવી બાબતે એક યુવાન પર છરી વડે હુમલો કરીને ઇજા કયર્નિી એક શખ્સ સામે ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના હર્ષદમીલની ચાલીમાં મસ્જીદ પાસે રહેતા રાહીલ અબ્દુલભાઇ ખફી (ઉ.વ. 19) નામના યુવાને સીટી એ ડીવીઝનના ગઇકાલે જામનગરની જાગૃતિનગરમાં રહેતા આસીફ હનીફ ખીરાની વિઘ્ધ આઇપીસી કલમ-324, પ04 તથા જીપીએકટ કલમ 135 (1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી તથા તેના મિત્રો તેના લતામાં બેઠા હોય ત્યારે આરોપી આસીફ ત્યાં આવીને રાહીલ પાસે હાથ ઉછીના પૈસા માંગ્યા હતા, જો કે ફરિયાદીએ પૈસાની આપવાની ના પાડતા આરોપીએ ફરિયાદી તથા તેના મિત્રોને અપશબ્દો કહીને ચાલ્યો ગયો હતો.

થોડીવાર બાદ ફરિયાદી પોતાના ઘરેથી પટેલનગર ચોકડી પાસે દૂધ લેવા તેના મિત્ર શબ્બીર સાથે બહાર નીકળ્યો હતો, એ વેળાએ પટેલનગર ચોકડી પાસે આરોપીએ ફરિયાદીને મળતા તને શેની હવા છે ? તેમ કહીને આરોપીએ નેફામાંથી છરી કાઢીને રાહીલને સાથળના ભાગે ઘા ઝીકી દઇ ઇજા પહોંચાડી હતી, આ ફરિયાદના આધારે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS