પાદરગઢ ગામે ખુટા નાખવા મામલે બે પરિવાર વચ્ચે છુટ્ટા હાથની મારામારી

  • March 08, 2024 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરગઢ ગામે સામાન્ય બાબતે માથાકૂટ સર્જાઈ હતી. બે પરિવાર વચ્ચે થયેલી બોલાચાલીમાં પથ્થરના છુટા ઘા કરી અને મારામારી થયેલ હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. દાઠા પોલીસ મથકમાં સામસામે કુલ સાત વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર જિલ્લાના તળાજા તાલુકાના પાદરગઢ ગામે સામાન્ય બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જે મારામારી અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ બાબતે દાઠા પોલીસ મથકે તપાસ કરતા સામસામે પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં પ્રથમ હિરલબેમએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, પોતાની પાડોશમાં પાદરગઢ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા રણજીતભાઈ ફરીયાદીના મકાનની બારી પાછળ ખૂંટા નાખી પતરા ફીટ કરતા હોય તેથી ફરિયાદીએ તેને પતરા ફીટ કરવાની ના પાડતા ગાળો આપી ફરિયાદીના હાથને પકડી ખેંચી અને છૂટા પથ્થરના ઘા કરી ઇજા પહોંચાડી હતી. જેમાં ફરિયાદીએ રણજીતભાઈ ભુપતભાઈ મોરી, નીતાબેન અને ભરતભાઈ ભુપતભાઈ મોરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામા પક્ષે રણજીતભાઈ ભુપતભાઈ મોરીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદીના પાડોશી પાદરગઢ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા હમલભાઈ મનુભાઈ પરમારના રહેણાંક મકાનની બારી ફરિયાદીના ફળિયાના ભાગે પડતી હોય જેથી ફરિયાદીએ તેમના ફળિયામાં ખૂંટા નાખી આડુ પાટેસન કરી નાખેલ હોય તેની દાજ રાખી અને ફરિયાદી પક્ષના લોકોને પથ્થરના છુટ્ટા ઘા તેમજ લાખાભાઈ વજાભાઇ પરમાર હાથમાં લોખંડનો પાઇપ લઇ આવી તેમજ બાકીના ત્રણેય લોકોએ ફરિયાદીને શરીરે તેમજ માથાના ભાગે તથા ડાબા હાથે તેમજ જમણા હાથના કાંડાના ભાગે તેમજ ફરિયાદીના પત્નીને વાસામાં તેમજ ડાબા હાથે મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. જે અંગે લાખાભાઈ વજાભાઇ પરમાર, હમલભાઈ મનુભાઈ પરમાર, નયનભાઈ લાખાભાઈ પરમાર, અજીતભાઈ મનુભાઈ પરમાર સહિતના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે દાઠા પોલીસે બન્ને પક્ષની સામસામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application