જેતપુરના મોટાગુંદાળા ગામે પુત્રએ ગળેટૂંપો દઈ પિતાની હત્યા કરી

  • March 09, 2021 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જર, જમીન અને જોરું કજ્યાના છોરું આ ગુજરાતી કહેવત મોટા ગુંદાળા ગામે થયેલ એક હત્યાના બનાવમાં બિલકુલ બંધ બેસતી છે. જે બનાવમાં પિતાએ પુત્રને મકાન ખાલી કરવાનું કહેતા કપાતરે મકાન ખાલી કરવાને બદલે દોરીથી ગળે ટૂંપો દઈને પિતાની હત્યા નિપજાવી નાંખી હતી. 


બનાવની મળતી વિગત મુજબ મોટા ગુંદાળા ગામે રહેતા ખેડૂત મથુરભાઈ અમીપરાને પુત્ર સાથે બનતું હોય તેઓએ પોતાનું મકાન પુત્રને આપીને અલગ રહેતા હતાં. જેમાં ગતરોજ તેઓ પોતાના ઘરે આવી હવે પોતાને પણ અહીં રહેવું હોય તેમ પુત્રને કહેતા પ્રથમ પુત્ર સાથે બોલાચાલી થયેલ પરંતુ નાલાયક પુત્ર રાજેશ પિતાને સાથે રાખવા તૈયાર ન હોય એટલે પિતા મથુરભાઈએ પોતાનું મકાન ખાલી કરવાનું કહ્યું. પિતાએ કાળી મજૂરી કરીને બનાવેલ મકાન પર હક જમાવીને બેસી ગયેલ પુત્રને મકાન ખાલી કરવું ન હોવાથી તે પિતા સાથે ઝઘડો કરવા લાગ્યો. અને ઝઘડો એટલો ઉગ્ર બની ગયો તો પુત્ર નરાધમ બનીને ઝઘડતો ઝઘડતો ઘરમાંથી દોરી લઈ પિતાને ગળેટૂંપો આપી દીધો. ગળેટૂંપો આપવાથી પિતા પગ પછાડી તડફવા લાગ્યા પરંતુ પુત્રને જરા પણ દયા ન આવી અને દોરી ઝોરથી ખેંચી જ રાખતા અંતે પિતાનું પ્રાણ પંખેરુ ઉડી ગયું. અને કપાતર પુત્રના હાથે પિતાની હત્યા નિપજ્યાનો કાળો ઇતિહાસ લખાય ગયો.


મિલ્કત માટે પિતાની હત્યા નિપજાવી પુત્ર રાજેશ ફરાર થઈ ગયો. હત્યાના બનાવની જાણ પોલીસને થતાં પોલીસ મોટા ગુંદાળા ગામે પહોંચી લાશનું પંચનામું કરી લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલે ખસેડી હતી. અને હત્યારા રાજેશને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા થોડીવારમાં જ રાજેશ હાથ લાગી જતા પોલીસે તેની હત્યાના ગુન્હામાં ધરપકડ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS