મોરબીના નવા ધરમપુર ગામે છ શખસોએ યુવાનના ઘરમાં ઘુસી ઢોરમાર માર્યો

  • February 27, 2021 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના નવા ધરમપુર ગામે મોટર સાઈકલની લાઈટનો પ્રકાશ પડતા બે વ્યકતીઓએ વચ્ચે બોલચાલી થઇ હતી જે બાબતનો ખાર રાખી યુવાનના ઘરમાં જઈ ગાળો આપી માર મારી તોડફોડ કર્યાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોધાઇ છે. મળતી માહિતી મુજબ તાલુકાના નવા ધરમપુર ગામે રહેતા રાહુલભાઈ રમેશભાઈ ગણેશિયા (ઉ.૨૧) એ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભરતભાઈ રામજીભાઈ પરમાર તથા પાંચ અજાણ્યા ઇસમોએ ગેરકાયેદસર મંડળી રચી એકસંપ કરી ઘારીયું, લાકડાના ધોકા જેવા જીવલેણ હથિયાર ધારણ કરી ફરિયાદી રાહુલભાઈના ભાઈ અંકુરના સાળાની મોટર સાઈકલની લાઈટનો પ્રકાશ આ કામના આરોપી ભરતભાઈ રામજીભાઈ પરમાર ઉપર પડતા ફરીયાદીના ભાઈ અંકુર અને આરોપી ભરતભાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થતા જે બાબતનો ખાર રાખી આરોપી ભરતભાઈ રામજીભાઈ પરમાર તથા તેની સાથેના અજાણ્યા પાંચ ઇસમોએ ફરિયાદીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ગાળો આપી ફરિયાદી રાહુલભાઈ તથા સાહેદ તેના માતા સાથે બોલાચાલી કરી ઝધડો કરી ફરિયાદી રાહુલભાઈને માથામાં લાકડાના ધોકા વડે ઈજા કરી તથા સાહેદને મુંઢમાર મારી ફરિયાદીના ઘરમાં દરવાજામાં તથા ઘર વખારીના સર સમાનમાં તોડફોડ નુકશાન કરી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોધાઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS