મોરબીના બેલા ગામે જમીન વાવવા બાબતે માથાકૂટમાં ૯૦ મણ ચણા સળગાવી નાખ્યા

  • February 26, 2021 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના બેલા ગામે જમીન અન્ય વ્યક્તિને વાવવા માટે આપતા એક સખ્શે ચણા સળગાવી દઈ તથા કારના કાચ તોડી તો એક મોટર સાઈકલને નુકશાન કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા(આમરણ) ગામે યદુનંદન સોસાયટીમાં રહેતા માયાભાઈ નાગુભાઈ ગોગરા (ઉ.૫૨) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી રાજેશ માણસુરભાઈ ખુમલા રહે-બેલા(આમરણ) વાળો અગાઉ ત્રણવર્ષ પહેલા ભગવાનજીભાઈ ગોરધનભાઈ લુહાણાની જમીન વાવતો હતો અને તે ઉપજનો હિસાબ બરાબર રાખતો ન હોય જેથી ભગવાનજીભાઈએ તે જમીન ફરિયાદી માયાભાઈ ગોગરાને વાવવા આપેલી હોય જે આરોપી રાજેશ ખુમલાને સારું નહિ લાગતા ફરિયાદી માયાભાઈએ ભાગવી વાડીએ વાવેલા ભેગા કરેલ ચણાના ઢગલામાં આગ લગાડી આશરે નેવું મણ જેટલા ચણા સળગાવી આશરે રૂ.૮૦,૦૦૦ નું નુકશાન કરી તથા ફરિયાદી માયાભાઈબના મિત્ર સાહેદ જયસુખભાઈ હરજીભાઈ કાસુન્દ્રાની આઈ ટ્વેંટી કાર જીજે ૩૬ બી ૧૫૭૭ વાળીનો પાછળનો કાચ તોડી તથા બાજુની વાડી વાળા સાહેદ દિલીપભાઈ પીતાંબરભાઈ કાસુન્દ્રાનું મોટર સાઈકલ જીજે ૩૬ એન ૨૭૧૨ વાળાનો આગળનો મોરાનો ભાગ તથા આગળનો પંખો તોડી નાખી નુકશાન કર્યું હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોધાઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS