મોરબીમાં પાડોશીએ જ મહિલાને ટ્રક નીચે કચડીને હત્યા કર્યાનો થયો ધડાકો

  • February 08, 2024 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના પંચાસર રોડ પર ટ્રકની ઠોકરે મહિલાનું મોત નીપજ્યું હતું જે બનાવ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપા સ ચલાવી હતી જોકે મૃતકના પતિએ ટ્રક ચાલકે જાણી જોઇને ટ્રક હેઠળ પરિણીતાને કચડી હોવાની રજૂઆતને પગલે પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો છે અને કેટલાક ચોકાવનારા ખુલાસાઓ વા પામ્યા છે. ગત તા. ૩૧ જાન્યુઆરીના રોજ પંચાસર રોડ પર ગીતા ઓઈલમિલ આગળ રાધા ક્રિષ્ના સોસાયટી પાસે ટ્રક જીજે ૦૧ એક્ષ ૩૮૮૮ ના ચાલકે ટ્રક પુરઝડપે ચલાવી ફરિયાદીના પત્ની પંખુબેનને હડફેટે લેતા ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું જે બનાવ બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો બનાવને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી ટ્રક ચાલક અમૃતલાલ કેશુભાઈ ચૌહાણ રહે પંચાસર રોડ વાળો હોવાનું ખુલ્યું હતું અને મૃતકના પતિ ફરિયાદી રમણીકભાઈ ડાભીએ બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
​​​​​​​
જે બનાવ મામલે પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જે બનાવમાં મોટો વણાંક આવ્યો છે અને કેટલાક ચોકાવનારા ખુલાસા વા પામ્યા છે જેમાં ફરિયાદી રમણીકભાઈ કાનજીભાઈ ડાભી અને ટ્રક ચાલક અમૃતલાલ બાજુમાં રહેતા હોય અને ફરિયાદીને આરોપી એક જ દીવાલે મકાન આવેલ હોય જે મકાનની દીવાલ ચણતર ત્રણેક વર્ષ પહેલા કરાવી હતી જે તે વખતે પારાપેટની ચણતર કામમાં તમારી દીવાલ બાજુ વધારે સિમેન્ટ વાપરેલ છે જેના કારણે ફરિયાદી અને આરોપીને પાણી ઢોળવા બાબતે માાકૂટ અને સામાન્ય બોલાચાલી ઇ હતી જેી બે માસ પૂર્વે આરોપી પોતાના ઘરનું મકાન ભાડે આપી અન્ય જગ્યાએ રહેવા જતો રહ્યો હતો.
આરોપીના પત્નીને કેન્સરની બીમારી હોય અને દીકરી ચાર વર્ષી રીસામણે હોય જેી ઘરમાં ર્આકિ સ્િિત નબળી હતી અને આરોપી અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતા હોય પોતે જે મકાનમાં રહેતા હતા ત્યાં આજુબાજુમાં કોઈ નડતરરૂપ હોય તેવી શંકા પોતાના મનમાં દ્રઢ તા તા.૩૧ જાન્યુઆરીના રોજ સવારના અગિયાર વાગ્યે ફરિયાદીના પત્ની પંખુબેન દરણું દળાવવા માટે જતા હોય ત્યારે ટ્રકની સાઈડમાંી જતી વેળાએ ટ્રક ચાલુ કરી લીવર આપી એકદમ ફૂલ સ્પીડમાં ફરિયાદીના પત્નીને મારી નાખવાના ઈરાદે ટ્રક ચડાવી મોત નિપજાવ્યાનું ખુલ્યું હતું. જેી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે આઈપીસીની કમલ ૩૦૨નો ઉમેરો કરવા કોર્ટમાં રીપોર્ટ આપતા કોર્ટે ગ્રાહ્ય રાખી હુકમ કરતા હત્યાની કલમનો ઉમેરો કરી આરોપી અમૃતલાલ કેશુભાઈ ચૌહાણ (ઉ.વ.૬૩) રહે પંચાસર રોડ મોરબી વાળાને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજુ કરતા રિમાન્ડ નામંજુર કરવામાં આવતા જેલહવાલે કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News