રાજકોટ શહેરમાં અંબીકા ટાઉનશિપ નજીક એપાર્ટમેન્ટમાં રહેતા કોટડાસાંગાણીના અરડોઈ ગામના વતની સ્ક્રેપના ધંધાર્થી કલ્પેશ મોહનભાઈ રાણપરિયાની પેઢીના જીએસટી નંબરના આઈડી પાસવર્ડ આધારે હરિફ ધંધાર્થી અક્ષય જેન્તીભાઈ પીપળિયાએ સી.એ. ગૌરવ પીઠડિયાની મદદગારીથી ૧૨.૭૭ કરોડના જીએસટી બીલ બનાવીને કૌભાંડ આચર્યાના આરોપસર અક્ષય તથા ગૌરવ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. બનાવની પોલીસ ફરિયાદની પ્રાપ્ત થયેલી વિગતો મુજબ કલ્પેશ કોઠારિયા સોલવન્ટ નજીક કલ્પેશ ટ્રેડિંગ નામે સ્ક્રેપનો દંધો કરે છે. અઢી વર્ષ પૂર્વે ઢોલર ગામે ભંગારનો ધંધાર્થી અક્ષય પીપળિયા પાસેથી આઠ લાખનો સ્ક્રેપ ખરીદ કર્યો હતો. જે પેટે બેન્કે ચેક આપ્યો હતો. ચાર લાખનો સ્ક્રેપ ખરાબ હોય તે પરત ફર્યો હતો જે તે સમયે ધંધો બરોબર ન ચાલતા સ્ક્રેપના કામકાજ અર્થે મુંબઈ શીફટ થયો હતો. ત્યાં સ્ક્રેપનું કામકાજ શરૂ કર્યું હતું. એકાદ વર્ષ બાદ ત્યાંથી ફરી રાજકોટ આવ્યો હતો અને ફરી સ્ક્રેપનો રાજકોટમાં વ્યવસાય ચાલુ કર્યો હતો.
એ દરમિયાન કલ્પેશને પોતાની પેઢીના નામે ગત વર્ષે ૧૨,૭૭,૫૦,૦૫૪ રૂપિયાના જીએસટી નંબર આધારે બીલ બન્યા હતાનું જાણવા મળ્યું હતું. આ બાબતે તે મુંબઈ આવ્યો અને રાજકોટ ધંધો શરૂ કરતા પોતાની પેઢીનું સી.એ.નું કામ સંભાળતા ગૌરવભાઈ પીઠડિયા કે જેમની ઓફિસ ગોંડલ રોડ પર જીમ્મી ટાવરમાં આવેલી છે, ત્યાં ગયો હતો અને તપાસ કરી હતી.
સી.એ.નું કામકાજ સંભાળતા ગૌરવ પીઠડિયા પાસે જીએસટીના આઈડી પાસવર્ડ માગતા ગૌરવે કહ્યું કે, માર્ચ-૨૦૨૩માં અક્ષયભાઈ મારી ઓફિસે આવ્યાહ તા તેમણે કહ્યું કે અલ્પેશભાઈને અકસ્માત થયો છે. મારે તેમના જીએસટીના આઈડી પાસવર્ડની જરૂર છે. મને આપો, જેથી ગૌરવે કહ્યું કે, અલ્પેશભાઈ પાસેથી ફીના ૧૦૦૦૦ રૂપિયા લેવાના બાકી છે તે આપો જેથી અક્ષયે પાંચ હજાર પિયા આપતા આઈડી, પાસવર્ડ આપ્યા હતા. અક્ષયે પાસવર્ડ, આઈડી ચેન્જ કરી નાખ્યા હશે તેથી અક્ષય પાસે પાસવર્ડ આઈડી માગતા તેણે કહ્યું કે મારી પાસે નથી. તમારે મને આઠ લાખ રૂપિયા ન આપવા પડે એટલે ખોટું બોલો છો. કહ્યું હતું. એકાદ માસ બાદ ઓગસ્ટ-૨૦૨૩માં અક્ષયે પાસવર્હે, આઈડી પરત આપ્યા ન હતા. ત્યારબાદ મિત્ર વિપુલભાઈ પટેલને વાત કરતા તેમના સી.એ. મહેશભાઈનો સંપર્ક કર્યો હતો. મહેશભાઈને બધી વાત કરી હતી. પાસવર્ડ, આઈડીર ચેક કરાવતા માર્ચ-૨૦૨૩થી ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં અક્ષય પીપળિયાએ જીએસટી આઈડી, પાસવર્ડ પરથી અક્ષયે કલ્પેશ ટ્રેડિંગના નામ ૧૨,૭૭,૫૦,૦૪ રૂપિયાના ખોટા બિલો બનાવી નાખ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સી.એ.નું કામકાજ કરતા ગૌરવ કિરીટભાઈ પીઠડિયા તથા અક્ષય જેન્તી પીપળિયાએ જીએસટીના આઈડી, પાસવર્ડનો દૂર ઉપયોગ કરી વિશ્ર્વાસઘાત આચર્યા સહિતના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech