મોરબીમાં વેપારીએ ડિલરશિપ આપવાનું કહી ૨૪ લાખની છેતરપિંડી

  • July 29, 2024 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના હરિહરનગરમાં રહેતા દર્શન કિરીટભાઈ શાહ એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને ટાટા પાવર લીમીટેડ કપનીના વપરાશ કર્તા તેમજ ધારણ કર્તા તરીકે જણાવેલ નંબર ટોલ ફ્રી નંબર ૧૮૦૦૮૩૩૨૨૩૩ ઉપર સંપર્ક કરી તેના માધ્યમી આરોપી મોબાઈલ નંબર ૮૬૫૩૭૯૫૨૫૫ ના એ પોતે ટાટા પાવર કંપનીના એમ્પ્લોય તરીકે ઓળખ આપી દર્શનભાઈને ઈઝેડ ચાર્જ સર્વિસ સ્ટેશનની ડીલર શીપ માટે આરોપી રવિકુમાર એ દર્શનભાઈનો સર્મ્પ્ક કરી પોતે ટાટા કંપનીના સીનીયર એમ્પ્લોય તરીકે ઓળખ આપી ઈઝેડ ચાર્જ સર્વિસ સ્ટેશનની ડીલરશીપ  આપવાની ખાતરી અને વિશ્વાસ આપી દર્શનભાઈ પાસેી જરૂરી ડોક્યુમેન્ટ મેળવી અલગ અલગ બેંક ખાતા આપી રૂપિયા જમા કરાવવા અંગે ઈમેલ મારફત ટાટા પાવર કંપની લીમીટેડના બેંક ખાતા અને રૂપિયાની વિગત મોકલી દર્શનભાઈને જણાવેલ રૂપિયા ૨૪,૬૭,૦૦૦ જમા કરાવી ફરિયાદી દર્શનભાઈને સર્વીસ સ્ટેશનની ડીલર શીપ આપવા બાબતે તા સીઆઈએન યુએન૦૧૦૧૮એમએચ૨૦૨ પીએલસી ૩૩૨૬૮ ધરાવનાર ઓોરાઈઝ્ડ વ્યક્તિ તા  વપરાશ કર્તા વ્યક્તિએ યેનકેન રીતે દર્શનભાઈને વિશ્વાસમાં લઈને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application