મોરબીમાં પત્ની અને પ્રેમીએ મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો

  • March 03, 2021 08:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં પત્ની અને પ્રેમીએ મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો મોરબીના કાંતિનગર વિસ્તારમાં ચકચાર બનાવ સામે આવ્યો છે જેમાં પત્ની અને પ્રેમીએ મળીને પતિને મોતને ધાટ ઉતારી દઈને જમીનમાં દાટી દીધો હતો જેને પગલે કાંતિનગર વિસ્તારમાં ચક્ચાર મચી જવા પામી છે આ બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસને થતા પોલીસે સ્થળ પર દોડી જઈને મૃતકના મૃતદેહને જમીનમાંથી બહાર કાઢીને ફોરેન્સિક માટે મોકલીને બનાવ અંગે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ મોરબીના કાંતિનગર વિસ્તારમાં એક વ્યક્તિને જમીનમાં ખાડો કરી દાટી દીધો હોવાનો મામલો સામે આવતા પોલીસ દોડતી થઇ હતી અને બનાવ અંગે વધુ તપાસ ચલાવી હતી.

બનાવમાં મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતો શૈલેષભાઈ અગેચાણીયાની પત્ની આરોપી યાસ્મીન ઉર્ફે આરતી શૈલેષભાઈ અગેચાણીયાને આરોપી જુમા સાજણ માજોઠી સાથે ઘર માંડી રહેતી હોય જેથી શૈલેષભાઈ અગેચાણીયાને ગમતું ન હોય જેથી ગત તા.૨૭ થી તા.૩ સુધીના સમય ગાળા વચ્ચે કોઈ પણ સમયે આરોપીઓ યાસ્મીન ઉર્ફે આરતી અને જુમા માજોઠીએ શૈલેષને કોઈ પણ રીતે આરોપી જુમા માજોઠીના ઘરે બોલાવી કોઈ પણ રીતે મારી નાખી ઘરના પાછળના ભાગે ખાડો કરી દાટી દઈ પુરાવાનો નાશ કર્યો હોવાની ફરિયાદ મરણ જનાર શૈલેષભાઈના બહેન સુમિતાબેન સંજયભાઈ અગેચાણીયાએ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે મૃતકના મૃતદેહને બહાર કાઢીને ફોરેન્સિક માટે ખસેડવામાં આવ્યો છે અને ગુન્હો નોધી વધુ તપાસ ચલાવી છે 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS