BREAKING NEWS

મોરબીમાં નકલી ખેડૂત બની વેપારી સાથે જમીનના સોદાના નામે છેતરપિંડી આચરી

  • April 15, 2026 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના શનાળા રોડ પર આવેલા કપડાના શો-રૂમ  ધરાવતા એક વેપારી સાથે જમીનના સોદામાં .૧,૧૧,૦૦૦ ની છેતરપિંડી થઈ હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. પૂર્વ આયોજિત કાવતં રચીને નકલી દસ્તાવેજો અને બોગસ ખેડૂત ઊભો કરી વેપારીને વિશ્વાસમાં લઈ આ આખું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મોરબીના રવાપર રોડ પર કાલિકા પ્લોટ બે મોમાઈ કેડીની બાજુમાં રહેતા અને વેપાર કરતાં જીગરભાઈ રજાકભાઈ ડોસાણી (ઉ.વ.૫૦) એ આરોપી દયારામભાઈ પુંજાભાઈ ડાભી રહે ગણેશ હોન્ડા શોમ પાછળ ભકિતનગર સર્કલ રાતડીયાની વાડી સનાળા રોડ મોરબી, મુકેશભાઈ નારણભાઈ કનજારિયા રહે કૈલાશ પાર્ક સોસાયટી ભગવતી હોલ ની પાછળ કંડલા બાયપાસ રોડ મોરબી, અલ્તાફભાઈ વલીભાઈ કોરડીયા રહે કરાંચી કોલોની પરખણી સ્કૂલ સામે દંતેશ્વર દરવાજા હળવદ, બળદેવભાઈ જાદવજીભાઈ વરસડા રહે સોલડી ગામ પાણીના ટાંકા સામે રામજી મંદિર પાછળ મનીષભાઈ ગોકુળભાઈ વરસલાના મકાનમાં તા. ધાંગધ્રા જિ. સુરેન્દ્રનગર, કાંતિલાલ છગનભાઈ ટાવર રહે બૈસાબગઢ ભરવાડ વાસ ધાંગધ્રા તથા કાળુભાઇ લખમણભાઇ ગોલતર રહે.બૈસાબગઢ ભરવાડ વાસ ધાંગધ્રા વાળા વિદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી અલ્તાફભાઈએ આરોપી કાંતિલાલ તથા કાળુભાઇ સાથે મળી મોરબી તાબાના વજેપર સર્વેનં–૩૧૮ પૈકી ૧ ના ખાતે દાર રામજીભાઇ કાળાભાઇ દલવાડીના નામથી ઠગાઇ કરવાના ઇરાદાથી આરોપી બળદેવભાઈ માટે ખોટા આધારકાર્ડ તથા પાન કાર્ડ તથા ચુટણીકાર્ડ બનાવી આરોપી બળદેવભાઈનાઓએ રામજીભાઇ કાળાભાઇ દલવાડીનુ ખોટુ નામ ધારણ કરી આ જમીનના સોદા માટે આરોપી દલાલ દયારામભાઈ તથા મુકેશભાઈ સાથે મળી ફરીયાદી પાસેથી જમીનના સોદા પેટે સુથીના .૧,૧૧,૦૦૦– પડાવી લઈ તમામ આરોપીઓએ બનાવટી આધાર કાર્ડ, પાનકાર્ડ, ચુટણીકાર્ડ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી બનાવટી દસ્તાવેજો ઉભા કરી ફ રીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિદ્ધ ભારતીય ન્યાય સંહીતા ની કલમ–૩૩૬(૩), ૩૪૦(૨), ૩૧૮(૪), ૩૧૯(૨), ૩(૫) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News