લાલપુરના ડબાસંગમાં વૃદ્ધ પર લાકડી-પાઈપથી પ્રહાર

  • July 03, 2021 10:57 AM 

અગાઉ ગાડી બાબતે થયેલી બોલાચાલીનો ખાર કારણભૂત

લાલપુરના ડબાસંગ ગામમાં રહેતા વૃદ્ધને ગામમાં રહેતા બે શખ્સોએ છરી બતાવી ધમકી દઇ લાકડી પાઈપ અને ઢીકાપાટુનો માર માર્યો હતો. અગાઉ ફરિયાદીના પુત્ર અને આરોપીને રસ્તામાં ગાડી બાબતે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખીને માર મારવામાં આવ્યો હોવાનું પોલીસ દફતરે જાહેર થયું છે.

લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં રહેતા ભરતસિંહ લખુભા ચાવડા ઉમર વર્ષ 50 દ્વારા ગઈકાલે લાલપુર પોલીસ સ્ટેશનમાં ડબાસંગ ગામમાં રહેતા શક્તિસિંહ પથુભા જાડેજા, ચંદુભા પથુભા જાડેજાની સામે આઇપીસી કલમ 323, 504, 506(2 ), 114 જીપીએ 135(1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદની વિગત મુજબ આરોપી તથા ફરિયાદીના પુત્ર હરપાલસિંહને રસ્તામાં ગાડી બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતનો ખાર રાખીને આરોપી શક્તિ સિંહે છરી બતાવી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી બાદમાં બન્ને આરોપીઓએ ફરિયાદીને પાઇપ, લાકડી અને ઢીકા પાટુનો માર મારી જાહેરનામાનો ભંગ કર્યો હતો. ફરિયાદ નોંધાતા લાલપુર પોલીસે તપાસની કાર્યવાહી આગળ વધારી છે .


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS