વિંછીયા તાલુકાના કોટડા ગામના દંપતીએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી ઘઉંમાં નાખવાની ઝેરી દવા પીઈ લેતા સારવાર અર્થે જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પત્ની હાલ જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. જો કે આ આપઘાતના બનાવમાં વિંછીયા પોલીસને મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવતા પોલીસે તે સ્યુસાઈડ નોટ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવના બે દિવસ પહેલા મૃતકના મોટાભાઈ પર વ્યાજખોરોએ જીવલેણ હુમલો કરી બન્ને પગ ભાંગી નાખ્યા હતા અને હાલ તે સારવાર અર્થે બોટાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.
પ્રાપ્ત વિગત મુજબ, વિંછીયા તાલુકાના કોટડા ગામના અશોકભાઈ કરશનભાઈ ગોહિલ(ઉ.વ.૪૩) અને તેમના પત્નીએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી ઘઉંમાં નાખવાની ઝેરી દવા પીઈ લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પત્ની હાલ જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર હિતેશભાઈ અશોકભાઈ(ઉ.વ.૨૪) એ વિંછીયા પોલીસમાં કરેલી મારે પૈસાની જરૂર હોય જેથી મેં દેવાભાઈને વાત કરેલ કે મારે પૈસાની જરૂર છે. તો તમે મને પૈસાની વ્યવસ્થા કરી આપો. જેથી આ દેવાભાઈએ મને ૬ મહીનામાં કટકે-કટકે રૂ.૧,૨૩,૦૦,૦૦૦(એક કરોડ ત્રેવીસ લાખ) વ્યાજવા આપેલ હતા તથા રણછોડ ઉર્ફે હસો સગરામભાઈ સાંબડ(રહે-મોટી લાખાવડ,તા-વિંછીયા) પાસેથી રૂ.૧૪ લાખ અને ગોરાભાઈ હાડગરડા(રહે-હાથસણી,તા-વિંછીયા) હસ્તક તેના માસીયાઈ ભાઈ ધનજીભાઈ(રહે-બોડી પીપરડી) પાસેથી રૂ.૮ લાખ વ્યાજવા અપાવેલ હતા. ત્યારબાદ ગોરાભાઈ હાડગરડા(રહે-હાથસણી) પાસેથી રૂ.૭ લાખ તથા તેના ભાઈ માત્રાભાઈ હાડગરડા(રહે-હાથસણી) પાસેથી રૂ.૫ લાખ તેમજ સુરાભાઈ વકાતર(રહે-હાથસણી) પાસેથી રૂ.૧ લાખ મેં વ્યાજવા લીધેલ હતા. જ્યારે ગુણુભાઈ(રહે-અમરાપુર) પાસેથી રૂ.૧.૩૦ લાખ હાથ ઉછીના લીધેલ હતા. એમ કુલ રૂ.૧.૫૮ કરોડ વ્યાજવા તથા રૂ.૧.૩૦ લાખ હાથ ઉછીના લીધેલ હતા. આ બધા વ્યાજવા લીધેલ રૂપીયા મેં પરત આપી દીધેલ છે. તેમ છતાં આ બધા મારી પાસે વ્યાજ સહીત પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હોય જેથી કંટાળી જઈ હું છેલ્લ ા બે મહીનાથી બહાર જતો રહેલ હતો. પરંતુ ગત તા.૯ ના બપોરના સમયે મારા પિતા અશોકભાઈનો મને ફોન આવેલ અને મને વાત કરેલ કે તું ક્યાં જતો રહેલ છો. આરોપીઓએ ફોન કરી અવારનવાર ધમકી આપી પિતાને કહ્યું કે તારા દિકરાને બોલાવ નહીં તો તારા હાથપગ ભાંગી નાખીશું. તારા મોટા બાપુજીના જેમ ટાટીયા ભાંગી નાખીયા તેમ તારા ભાઈ રસીકના તથા તારા મમી પપ્પાના પગ ભાંગી નાખીસ તેવી ધમકી આપેલ હોવાથી મને આ બધા માથાભારે ઈસમોથી ડર લાગતો હોય. જેથી હું ઘરે આવેલ નહી અને ગત.૧૦ ના સાંજના સાતેક વાગ્યે મારા મોટા બાપુજીના દિકરા રસીકભાઈનો મને ફોન આવેલ અને મને વાત કરેલ કે તારા માતા-પિતાએ ઝેરી દવા પીધેલ છે અને જસદણની ખાગની હોસ્પિટલમાં સારવારમાં લઈ ગયેલ છે. એટલે તું ઘરે પાછો આવતો રે. તેમ વાત કરેલ હતી અને રાત્રીના બારેક વાગ્યે અમારા ગામના અનીલભાઈ જોગરાજીયાનો મને ફોન આવેલ અને મને વાત કરેલ કે તારા પિતા ઝેરી દવા પી જવાથી ગુજરી ગયેલ છે. તેમ વાત કરતા હું લુણાવાડાથી મારા ગામ કોટડા આજરોજ સવારે આવી ગયેલ અને કોટડા આવ્યા પછી મારા કાકા વિશાલભાઈ તથા કુટુંબી મામા રામજીભાઈએ મને કહેલ કે તારા પિતાના પેન્ટાના ખીસ્સામાંથી એક ચીઠ્ઠી મળી આવેલ છે. જેથી આ બધાયે મારા ઘરે અવારનવાર આવી તથા મારા પિતાને વોટ્સએપમાં ફોન કરી મારા પિતા પાસેથી પૈસાની પઠાણી ઉઘરાણી કરી મારા પિતાને ટાટીયા કાપી નાખવાની ધમકી આપતા હોય તથા માનસીક ત્રાસથી આપઘાત કરવા માટે મજબુર કરેલ હોય. જેનો ત્રાસ સહન ન થતા મારા માતા-પિતા કોટડા ગામની સીમમાં અંબાજી મંદિર પાસે કંધેવાળીયાના રસ્તે અમારી વાડીયે ઝેરી દવા પી જતા મારા પિતા સારવાર દરમિયાન મરણ ગયેલ છે. જેથી આ બધા શખ્સો સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે. વિંછીયા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે ૭ શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ વિંછીયા પોલીસ ચલાવી રહી છે.
બધાને સજા થવી જોઈએ: સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
મૃતક પાસેથી એક સ્યુસાઈડ નોટ પોલીસને મળી આવી હતી. જેમાં લખ્યું છે કે જય માતાજી વિશેષ જણાવવાનું કે મારે દવા પીવાનું કારણ મારા દિકરાએ પૈસા લીધા છે દેવાભાઈ ગરાભડીવાળા પાસેી માત્રા હાણી વાળા ૫૬,૦૦૦ ગોરા હાણી પાસેી ૫,૦૦,૦૦૦, ૧૪ લાખ તેના માસીયાઈ ભાઈ પાસેી સુરો વકાતર પાસે ૭૦૦૦, કનૈયા હોટલ ગુણુભાઈ ૧,૩૦,૦૦૦ હસાભાઈ ભરવાડ-સરપચ લખાવડ વાળા ૧,૪૦,૦૦૦ બાકીના નામ ની આવડતા. બધાયને સજા વી જોઈએ(પીએસઆઈ સાબ) આ બધાયે પૈસા માગે છે એટલે અમે અંતીમ પગલુ ભરવી છી (અશોકભાઇ ગોહિલ) ફોનનો પાસ- ૧૦૭૬ છે એવુ લખેલ હતુ. જે ચીઠ્ઠીના આધારે વિંછીયા પોલીસે આગળની તજવીજ હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech