પોરબંદરના કોળીવાડમાં સસ્તા ભાડાની ચાલી બહાર અસહ્ય ગંદકી

  • August 30, 2024 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સસ્તા ભાડાની ચાલી કે જ્યાં લોહાણા સમાજના ગરીબ પરિવાર વસે છે ત્યાં અસહ્ય ગંદકી છે અને તંત્રનું ધ્યાન દોરવા છતાં સફાઈ થતી નથી.
પોરબંદરના રામધૂન મંદિર નજીક કોળીવાડ વિસ્તારમાં સસ્તા ભાડા ની ચાલી તરીકે ઓળખાતા વિસ્તારમાં લોહાણા સમાજના ગરીબ અને જ‚રીયાતમંદ પરિવારો વસે છે અહીંયા નગરપાલિકાના તંત્ર દ્વારા સાફ-સફાઈ કરાવવામાં આવતી નથી જેના કારણે અસહ્ય ગંદકી ફેલાઈ ગઈ છે. આ અંગે સ્થાનિક સુધરાઇ સભ્ય થી માંડીને સુપરવાઇઝર, નગરપાલિકાના પ્રમુખ, સેનિટેશન કમિટીના જવાબદારો થી માંડીને ચીફ ઓફિસર સુધી રજૂઆત કરવા છતાં પરિણામ આવ્યું નહીં હોવાનું જણાવીને આ વિસ્તારના મહિલા જાગૃતીબેન કક્કડ દ્વારા તંત્રની બેદરકારી સામે આક્રોશ ઠાલવ્યો છે અને ભેદભાવ રાખવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે લોહાણા સમાજના અત્યંત ગરીબ અને વયોવૃદ્ધ લોકો આ વિસ્તારમાં વસવાટ કરે છે ઘરની બહાર પણ નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી. તેથી નગરપાલિકાના સત્તાધિશોએ કર્મચારીઓને સૂચના આપીને વ્યવસ્થિત રીતે સાફ સફાઈ થાય તે માટે યોગ્ય કરવું જ‚રી બન્યું છે એમ જાગૃતીબેન કક્કડે જણાવ્યું છે. તેઓએ ઉમેર્યુ હતુ કે ભુગર્ભ ગટરના પાણી પણ ઉભરાઇ રહ્યા હોવા છતાં પોરબંદર નગરપાલિકાનું તંત્ર કશી કાર્યવાહી કરાવતુ નથી તેથી બેદરકાર સત્તાધીશો સામે પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત થશે તેમ ઉમેર્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application