ખંભાળીયા તાલુકામાં કારમાં થતો હતો દારૂનો વેપલો

  • May 29, 2021 11:19 AM 

બે શખ્સો ઝડપાયા, અન્ય એકનું નામ ખૂલ્યું

ખંભાળિયા તાલુકાના શેઢા ભાડથર ગામની સીમમાંથી પસાર થતી જી.જે. 25 જે. 8757 નંબરની એક ઝાયલો મોટરકારને પોલીસે અટકાવી, ચેકિંગ કરતાં આ કારમાંથી રૂપિયા 10,000 ની કિંમતનો 500 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂનો આ જથ્થો પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામના રહીશ દેવા જીવાભાઈ મોરી (ઉ.વ. 22) દ્વારા ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા કારા માલદેભાઈ હરીયાણી (ઉ.વ. 32) ને વેચાણ અર્થે આપવાનો હોવાનું પોલીસમાં ખુલવા પામ્યું હતું.

આથી પોલીસે રૂપિયા અઢી લાખની કિંમતની ઝાયલો કાર તથા એક મોબાઇલ ફોન તેમજ દારૂ વેંચાણના રૂપિયા 700 રોકડા મળી, કુલ રૂ. 2,61,200/- ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત બંને શખ્સોની અટકાયત કરી હતી.

આ દારૂ પ્રકરણમાં ભાણવડ તાલુકાના રાણપર ગામના રહીશ કારા કાના મોરી નામના શખસનું નામ ખુલવા પામ્યું હતું. જેથી ખંભાળિયા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી પી.એસ.આઇ. એમ.જે. સાગઠીયા તથા સ્ટાફ દ્વારા કારા કાના મોરીની શોધખોળ હાથ ધરી, પ્રોહી. એક્ટ મુજબ જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS