કેશોદના ખીરસરા ગામે દલિત યુવતીએ કેન્સર પીડિતો માટે વાળ દાન કર્યા

  • February 23, 2021 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 કોઈપણ યુવતી નાનપણથી તેના વાળની સુંદર રીતે માવજત કરતી આવે છે અને એમ પણ લાંબા મજબૂત વાળ કોને ન ગમે? પણ આજે કેશોદના ખીરસરા ગામની યુવતી સોંદરવા રવિનાએ  તેના સવા ફૂટ જેટલા લાંબા વાળ કપાવીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા.આ રવીનાએ બાળપણથી પોતાના માથાના વાળ પર એકપણ વાર કાતર પણ ફેરવવા દીધી નથી અને આજે તેણીએ પોતાના વાળ કેન્સર પીડિત મહિલાઓ માટે  ડોનેટ કર્યા છે.કીમિયોથેરાપી અને અન્ય રેડિયેશન ટ્રીટમેન્ટથી કેન્સર પીડિતો પોતાના વાળ ગુમાવી દે છે ત્યારે એવી યુવતીઓ અને મહિલાઓની પડખે ઉભા રહેવા, તેમને કોઈપણ જાતની શરમ નો અનુભવ ન થાય તે માટે છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરની બહેનો આ અભિયાનમાં જોડાઈને તેમના વાળ વિગ બનાવવા માટે ઊમીભફશિંજ્ઞક્ષ જ્ઞર તજ્ઞભશફહ તભશયક્ષભય ફક્ષમ છયતયફભિવ ઈયક્ષયિંિ ખયવતફક્ષફ (ગ.ૠ.ઘ) ૯૭૨૩૨૧૧૩૫૪ પર ડોનેટ કરી રહી છે.

 


જેમાં જૂનાગઢ જિલ્લામાં આ પહેલો કિસ્સો છે. આમ રવિનાભાઈ બહેન સહિત સાત પરિવાર સાથે રહે છે અને પરિવાર મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે જેમાં ખીરસરા ગામની યુવતીએ કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ ડીવાઇન હેર સલૂન ખાતે મુંડન કરાવીને વાળને એનજીઓમાં ડોનેટ કર્યા હતા સોંદરવા રવિના પણ તેનો જ એક ભાગ બની હતી. આ અભિયાન માટે દરેક સમાજને એક સંદેશો પણ આપવા માંગે છે કે કોઈપણ દીકરીને તેના લુકથી જજ કરવાનું બંધ કરો. કેન્સર પીડિતો માટે સામાજિક મેન્ટાલીટી ચેન્જ કરો.બાલ્ડ લુક આમ પણ એક ટ્રેન્ડ બની ગયો છે.ગુજરાતમાં હજુ બહુ ઓછી યુવતીઓ આગળ આવીને આવી હિંમત દર્શાવે છે ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નાના એવા ખીરસરા ઘેડ ગામની યુવતીએ સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS