કેશોદમાં આંગણવાડી કર્મીઓ આકરાં પાણીએ કાળા વસ્ત્રો પહેરી રેલી કાઢી, બજેટની હોળી કરી

  • February 05, 2024 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં આંગણવાડી કર્મીઓની પડતર પ્રશ્નોની માંગણીઓ અંગે કોઈ નિર્ણય ન લેવાયાના આક્ષેપ સાથે આંગણવાડી સંગઠન દ્વારા બજેટને વખોડવામાં આવ્યું હતું.અને વિરોધ પ્રદર્શન કરી બજેટની હોળી કરવાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. કેશોદમાં માંગરોળ રોડ પર આંગણવાડી બહેનોએ વિવિધ પડતર માગણીઓના ઉકેલ લાવવાની માંગ સાથે કાળા કપડા પહેરી બેનર અને સૂત્રોચાર સાથે રેલી યોજી સરકાર વિરોધી ઉગ્ર સૂત્રધાર કર્યા હતા. આંગણવાડી બહેનોના જણાવ્યા મુજબ બજેટમાં આંગણવાડી કર્મચારી સંગઠનની વિવિધ માંગણીઓ પડતર હોવા છતાં કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી જેથી આંગણવાડી કર્મચારી સંગઠન ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે આજે વિરોધ પ્રદર્શન સાથે બજેટની હોળી કરી હમારી માંગે પુરી કરો નહીંતર ખુરશી ખાલી કરોના સુત્રોચ્ચાર કરી સરકાર માંગ નહીં સ્વીકારવામાં આવેતો આગામી દિવસોમાં આંગણવાડીને તાળાબંધી કરી વધુ જલદ કાર્યક્રમ કરવાની ચીમકી આપવામાં આવી હતી.આ ઉપરાંત  માંગણી નહીં સંતોષાય તો વિશ્ર્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે આંગણવાડીની મહિલાઓ દ્વારા વ્યાપક કાર્યક્રમો કરી આગામી દિવસોમાં રાજ્યયવ્યાપી વિરોધ કાર્યક્રમની રણનીતિ ઘડવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News