કર્ણાટકના કલબુર્ગીમાં એક ચોકાવનારી ઘટના બની છે. એક સગીર પર પાંચ યુવકોએ નિર્દયતાથી હુમલો કર્યો હતો. બાળકને ખૂબ માર માર્યો અને તેના શરીર પર સિગારેટથી ડામ આપ્યા હતા. આ દરમિયાન બાળક ચીસો પાડતો રહ્યો, પરંતુ આરોપીઓમાંથી કોઈને પણ દયા ન આવી.
કલબુર્ગીની દુબઈ કોલોનીની આ ઘટનમાં આ 14 વર્ષનાં બાળક સાથે યુવકોએ નિર્દયતાથી હુમલો કર્યો હતો. આરોપીના ચુંગાલમાંથી પોતાની જાતને છોડાવીને પોતાના ઘરે પહોંચ્યો અને તેના પરિવારજનોએ તેની હાલત જોઈ તો તેઓએ પોલીસને જાણ કરી હતી.
આઠમા ધોરણમાં ભણતા આ પીડિત બાળકે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેના માતા-પિતા હૈદરાબાદમાં રહે છે. તે પોતે અહીં એક સંબંધીના ઘરે રહીને અભ્યાસ કરે છે. તે રાબેતા મુજબ શાળાએ જતો હતો. ત્યારે રસ્તામાં આરોપીઓએ તેને પકડીને રૂમમાં બંધ કરી દીધો અને માર માર્યો. આરોપીઓને શંકા છે કે બાળકે તેમના ઘરમાંથી પૈસાની ચોરી કરી છે. જ્યારે પીડિત બાળકે આ વાત ન સ્વીકારી તો આરોપીએ તેના શરીર પર સિગારેટ વડે અનેક જગ્યાએ ડામ આપ્યા હતાં. આ દરમિયાન આ બાળક ચીસો પાડતો રહ્યો, પરંતુ આરોપીઓમાંથી કોઈને જરા પણ દયા રાખી ના હતી. આરોપીઓના ત્રાસથી બાળક બેભાન થઈ જતાં આરોપીઓએ તેને છોડી દીધો હતો.
વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી
પોલીસ પૂછપરછ દરમિયાન પીડિત બાળકએ આરોપીઓની ઓળખ આપી હતી. આરોપીએ તેના મોં પાસે બિયર અને દારૂની બોટલો મૂકીને વીડિયો પણ બનાવ્યો અને ધમકી આપી કે જો તેણે આ વાત કોઈને કહી તો તે વીડિયો વાયરલ કરી દેશે. પીડિત બાળકના નિવેદનના આધારે પોલીસે કેસ નોંધીને તમામ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આ તમામ આરોપીઓને જરૂરી પૂછપરછ બાદ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટના કણકોટ પાટિયા પાસે ઇનોવેટીવ સ્કૂલની બસ થાંભલા સાથે અથડાઈ, વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજા
December 27, 2024 09:29 AMપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘનું 92 વર્ષની વયે નિધન
December 26, 2024 10:19 PMપૂર્વ PM મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
December 26, 2024 09:12 PMરાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની કરોડોની મિલકત ટાંચમાં લેવાશે
December 26, 2024 08:56 PMઅમદાવાદમાં વાતાવરણમાં પલટો: અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, માવઠાની આગાહી
December 26, 2024 08:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech