કલ્યાણપુર તાલુકામાં બીજા દિવસે અવિરત મેઘ મહેરથી નદી, નાળા, તળાવોમાં નવા નીર

  • July 15, 2021 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અઢીથી સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો: ખાણોમાં વરસાદી પાણી ભરાયા: માઈનિંગની કામગીરી ઠપ્પ

જામકલ્યાણપુર તાલુકામાં ગઈકાલ મંગળવારે બપોરથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે તાલુકાના ભાટિયા, રાવલ, કલ્યાણપુર, લાંબા, ભોગાત, કેનેડી અને નંદાણા સહિત તાલુકાના ગામોમાં અઢીથી સાડા ત્રણ ઈંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો હતો.

જ્યારે ગઈકાલે બુધવારે પણ તાલુકાના મેવાસા, રાણ, વીરપર, મહાદેવિયા, આસોટા બૉકસાઈટ માઈનિંગ વિસ્તારના ગામોમાં ધોધમાર વરસાદ પડી જતાં ઠેર-ઠેર બૉકસાઈટની ખાણોમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં અને માઈનિંગને લગતાં કામકાજો, ટ્રાન્સપોર્ટેશનના કામો ઠપ્પ થઈ ગયાં છે. તાલુકાના કેનેડી, બાંકોડી, કલ્યાણપુર, પાનેલી, ટંકારિયા, સૂયર્વિદર, રાવલ સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો જ્યારે ભાટિયામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. આમ છેલ્લો બે દિવસથી મેઘરાજા કલ્યાણપુર તાલુકાના ગામડાઓમાં મન મૂકીને વરસતા ખેડૂતો, લોકોમાં ખુશી ફરી વળી છે અને તાલુકાની નદીઓ, તળાવો, ચેકડેમોમાં નવા પાણીની આવક શ થઈ ચૂકી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)