જૂનાગઢમાં ૧૨ સાયન્સનું ગત વર્ષ કરતાં ૧૪.૪૨ ટકા પરિણામ વધ્યું

  • May 09, 2024 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર યેલ સાયન્સના પરિણામમાં જુનાગઢ જિલ્લાનું ગત વર્ષ કરતા ૧૪.૪૨ ટકા ઊંચું પરિણામ આવ્યું છે ગત વર્ષે ૭૦.૪૬ ટકા પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે ૮૫.૨૨ ટકા પરિણામ નોંધાયું છે. બોર્ડના પરિણામ કરતાં પણ જૂનાગઢ જિલ્લ ાનું અઢી ટકા વધુ પરિણામ આવ્યું છે. સૌી વધુ જુનાગઢ સરદારબાગ ઝોનનું ૮૭.૭૬ ટકા પરિણામ આવ્યું હતું. 

કોમર્સ નું જૂનાગઢ જિલ્લાનું ગત વર્ષ કરતાં ૧૭.૧૫ ટકા વધુ પરિણામ આવ્યું છે પરંતુ જુનાગઢ જિલ્લો  સામાન્ય પ્રવાહમાં સૌી નીચો પરિણામ આપતો જિલ્લો રહ્યો છે. જિલ્લાનું પરિણામ તરફ નજર કરીએ તો સૌી વધુ ભેસાણમાં ૯૧.૬, અને સૌી ઓછું માંગરોળના દીવરાણા ગામનું ૫૨.૧૬ ટકા પરિણામ આવ્યું છે. જુનાગઢ શહેરનું ૮૮.૯૪, માણાવદર ૮૬.૧૪, વિસાવદર ૮૬.૭, ભેસાણ ૯૧.૬, કેશોદ ૯૦.૯, માળીયાહાટીના ૮૪.૩૩, મેંદરડા ૯૩.૮૧, માંગરોળ ૮૧.૮, લોએજ ૭૬.૯૪, દેવરાણા ૫૨.૧૬ અને ખોરાસા ગીર ૭૩.૬૨ પરિણામ કુલ મળી જુનાગઢ જિલ્લાનું ૮૪.૮૧ પરિણામ આવ્યું છે જેમાં ૧૦૫૮૫ વિર્દ્યાીઓએ પરીક્ષા આપી હતી જેમાંી ૧૦૪૯૦ વિર્દ્યાીઓ પાસ યા હતા. સામાન્ય પ્રવાહમાં એ વનમાં જિલ્લાના ૧૩૨ વિર્દ્યાીઓએ કાઠું કાઢ્યું હતું. 

ધો૧૨ કોમર્સમાં આલ્ફા હાઈસ્કૂલના ૧૬ વિર્દ્યાીઓને એ-વન ગ્રેડ
જૂનાગઢમાં કેળવણીકાર જીપી કાઠી સંચાલિત અગ્રણી શૈક્ષણિક સંસનો ધોરણ ૧૨ કોમર્સનું ઊંચું પરિણામ આવ્યું હતું જેમાં ગત વર્ષે આલ્ફા હાઈસ્કૂલના ૬ વિર્દ્યાીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો જેમાં આ વર્ષે ૧૦ વિર્દ્યાીઓનો વધારો યો હતો અને કુલ ૧૬ વિર્દ્યાીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. વિર્દ્યાીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા સંચાલક જીપી કાઠી, યુવા કેળવણી કાર ચેતનભાઈ કાઠી સહિતની ટીમે વિર્દ્યાીઓને અભિનંદન પાઠવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application