જૂનાગઢમાં શેરડી રસ ધંધાની જગ્યા પ્રશ્ને છરીથી હુમલો કરનાર ઝડપાયો

  • March 04, 2021 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રસના ચિચોડા ની જગ્યા બાબતે યુવક પર છરીના ઘા ઝીકી ઇજાગ્રસ્ત કર્યાના બનાવમાં પોલીસે આરોપી શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ઉપર બાબા કોમ્પલેક્ષ પાસે  ફારૂકભાઈ હસનભાઈ ઘોઘારી  રહે. સરદાર બાગ, ગરીબ નવાઝ સોસાયટી, જૂનાગઢની રસની લારી ઉપર તેઓ સાથે અગાઉના મન દુ:ખના કારણે ઝઘડો કરી, આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ અને એક સગીર દ્વારા છરી વડે હુમલો કરી,   છાતી, માથામાં તથા બંને પગમાં ગંભીર ઈજાઓ અંતર્ગત મારી નાંખવાના પ્રયાસ અંગેની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી


લુખ્ખાગીરી ના આ બનાવને પગલે ડીઆઈજી  મનીંદર પ્રતાપ સિંહ પવાર* તથા એસ.પી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા  આરોપીઓ દ્વારા કરવામાં આવેલ ખુની હુમલાના   બનાવમાં આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા ના  ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી.સોલંકી, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા, ટેકનિકલ સેલના પીએસઆઇ ડી.એમ.જલું, સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઇ પી.એચ.મશરૂ તથા સ્ટાફની જુદી જુદી ચાર ટીમ બનાવી, સોંપવામાં આવેલ હતી. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તપાસમાં ટીમો દ્વારા સગીર આરોપીને તાત્કાલિક પકડી પાડવામાં આવેલ જ્યારે મુખ્ય કુખ્યાત આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ પોતાની પાસેની હીરો હોંડા સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇને નીકળેલ હોઈ, સીસીટીવી ફૂટેજ ચેક કરતા, રાજકોટ તરફ ગયેલા નું જણાઈ આવેલ હતું. ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એચ.આઈ.ભાટીના માર્ગદર્શન હેઠળ  ટીમ દ્વારા આરોપીનું પગેરું દબાવતા,  તેમજ સીસીટીવી કેમેરાના સર્વેલન્સ મારફતે પીએસઆઇ પી.એચ.મશરૂની ટીમને માહિતી મળેલ કે, આગલી રાતે આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ પોતાના મોટર સાયકલ લઈને પરત જૂનાગઢ આવેલ છે. જે મળેલ બાતમી આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી. સોલંકી સહિતના સ્ટાફની ટીમ દ્વારા વહેલી સવારે ચિતાખાના ચોક, જીવાશા ચકલા પાસેથી  આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ સુલેમાનભાઈ હાલા જાતે ગામેતી  મેમણ કોલોની, સરદાર બાગ, જૂનાગઢને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ.પકડાયેલ આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ સુલેમાનભાઈ હાલાની પૂછપરછમાં પોતાને *ફરિયાદીના દીકરા સાથે રેકડી બાબતે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ તે બાબતે અવાર નવાર બોલાચાલી કરતો હોય, જેથી પોતે પોતાના સગીર મિત્ર સાથે મળી, મારામારી કરી લીધેલાની કબૂલાત પણ કરવામાં આવેલ છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી તથા સ્ટાફ દ્વારા આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ સુલેમાનભાઈ હાલાની ધરપકડ કરી, સઘન પૂછપરછ હાથ ધરી,  વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS