જેતપુરમાં રીક્ષામાં મહિલાના હાથેથી સોનાની બંગડી કાપી લેવાઈ: ચાલક સહિત ત્રણ ઝડપાયા

  • October 16, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુર શહેર સ્ટેન્ડ ચોકથી ધોરાજી રોડ પર ઓટો રીક્ષામાં બેસી એક પ્રૌઢા પોતાના ઘરે જતી હતી ત્યારે રિક્ષામાં બેસેલ શખ્સોએ પ્રૌઢાની નજર ચૂકવી હાથમાં પહેરેલ સોનાની બંગડી કાઢી લીધેલ હતી. આ ગુન્હાની ફરીયાદમ પોલીસે બાતમીને આધારે ત્રણ શખ્સોને ઝડપી તેની પાસેથી સોનાની બંગડી કબ્જે લીધી હતી.
શહેરના ધોરાજી રોડ પર જલારામ નગર-3માં રહેતા ભાનુબેન રવજીભાઈ રાઠોડ સાંજના સાતેક વાગ્યે પોતાના ઘરે જવા સ્ટેન્ડ ચીક પાસે રીક્ષા સ્ટેન્ડે ઉભા હતાં. ત્યારે ત્યાંથી એક ઓટો રીક્ષા નીકળી જેમાં ડ્રાઇવર સહિત ચાર લોકો બેઠા હતા જેમાંથી ડ્રાઇવરે કહેલ કે માજી આમાં બેસી જાવ. પોતાના ઘર બાજુની સાઈડ રીક્ષા જતી હોય લોકલ ભાડું સમજી ભાનુબેન બેસી ગયા. ત્યાં રીક્ષા થોડે આગળ જતાં ટાયરમાં પંચર છે તેમ કહી એક શખ્સ ભાનુબેનની બાજુમાં બેસી ગયેલ અને તેણીના હાથ પર એક થેલી રાખી દીધેલ જેથી તેણીને કંઈક થશે તેવી શંકા જતા રેલ્વે ફાટક પાસે પહોંચતા અહીં રીક્ષા ઉભી રાખો તેમ જણાવેલ ત્યારે તેમને કટાક દઈને અવાજ આવેલ. રીક્ષા ચાલકે રીક્ષા ઉભી રાખી તેણીને નીચે ઉતારી દીધી અને તેણીનું ધ્યાન તેના હાથ ઉઙ્કર જતા જે હાથ પર રિક્ષામાં થેલો રાખેલ હતો તે હાથમાં બંગડી ન હતી. જેથી તેણીએ તરત જ રીક્ષા ચાલકને ઉભો રે એમ કહેતા તે નાસી ગયો હતો.
નજર ચૂકવીને 60 હજાર રૂપિયાની કિંમતની બંગડી સેરવી જનાર  અજાણ્યા રીક્ષાવાળી ટોળકી સામે સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જે અનુસંધાને સીટી પોલીસે તપાસ હાથ ધરતા તેઓને આરોપી અંગે બાતમી મળતા શહેરના ગણેશ નગર વિસ્તારમાં રહેતા મુન્નાભાઈ ઉકાભાઈ મકવાણા અને દેરડી ધાર વિસ્તારમાં રહેતો રાકેશ અશોકભાઈ રાજાણી નામના શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓએ ગુન્હો કબૂલી લીધો હતો. અને આ ગુન્હામાં અન્ય બે શખ્સો પરેશ સોલંકી અને ઉમેશભાઈ પણ હોવાનું જણાવેલ. જ્યારે બંગડી તેઓએ શહેરના હારવે ઘાટ પાસે રહેતા અમર રમેશભાઈ ડાભીને વેચી હોવાનું જણાવતા પોલીસે અમરની પણ ચોરેલ વસ્તુ ખરીદવાના ગુન્હા હેઠળ ધરપકડ કરી ચોરાયેલ બંગડી કબ્જે કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application