જામનગરમાં તીન પત્તીની મોજ માણતા 12 શખસ પકડાયા

  • March 02, 2021 09:53 AM 

શાકમાર્કેટ તથા મહારાજા સોસાયટીમાં પોલીસ ત્રાટકી, ૩૦ હજારની માલમતા જપ્ત

જામનગરના શાકમાર્કેટ ઢાળીયા પાસે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને રોકડ સાથે પકડી લેવામાં આવ્યા હતા જ્યારે મહારાજા સોસાયટીમાં તીન પત્તીનો જુગાર રમતા પાંચ પતા પ્રેમીઓ પોલીસની ગીરફતમાં આવ્યા હતા.

જામનગર શહેરના શાકમાર્કેટમાં ઈસાકના ઢાળીયા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નેશનલ પાર્ક ના ઈકબાલ કાદર ખંભાળિયા વાળા, અમન સોસાયટી શેરી નંબર ત્રણ માં રહેતા આશિફ ઉર્ફે કાણીયો આમદ બાજરીયા, કાલાવડ નાકા બહાર સતવારા વાડમાં રહેતા શાહિદ અબુલતીફ શિવાની મેમણ, પાચ હાટડી ખાતે રહેતા મજીદ રફીક પટેલ, મિનારાવાળીમાં રહેતા નજીર રજાક બદામડી, ખત્રીવાડમાં રહેતા શબ્બીર હુસેન દાલુ, પાંચ હાટડી ખાતે રહેતા શબ્બીર ઉર્ફે બાઠીયો અજીત પીપોત્રા નામના શખ્સોને તીનપતીનો જુગાર રમતા રોકડા 20, 700 સાથે સીટી એ ડિવિઝન પોલીસે પકડી લીધા હતા.

અન્ય એક દરોડામાં જામનગરના મહારાજા સોસાયટી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મહારાજા સોસાયટીના સાજીદખાન અસમદખાન પઠાણ, સેટેલાઈટ સોસાયટી શેરી નંબર 2 માં રહેતા સિકંદર અલી સમા, રબ્બાની પાર્ક શેરી નંબર ત્રણ માં રહેતો તારીફ હુસૈન નુરમામદ જુણેજા, રબાની પાર્ક સોસાયટી શેરી નંબર 4 માં રહેતા સબ્બીર સલીમ જુણેજા, તથા મહારાજા સોસાયટીના અલ્તાફ કાસમ કાસ ગામના પાંચ ઈસમોને જુગર રમતા રોકડા 10350 સાથે સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS