જામનગરમાં ગરમીમાં વધારો તાપમાન 36.5 ડીગ્રી

  • July 02, 2021 11:19 AM 

હાલારમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં : કપાસના વાવેતર ઉપર ચિંતાના વાદળો

જામનગર સહિત સમગ્ર હાલારમાં મેઘરાજાએ 15 દિવસ વહેલો વરસાદ વરસાવ્યા બાદ હવે વરસાદ ખેચાયો છે, જેમણે અગાઉ વાવેતર કરી દીધું છે તે મુંજવણમાં મુકાઇ ગયા છે, જો વધુ વરસાદ ખેચાશે તો કપાસના પાક ઉપર ભારે અસર થશે તેવી દહેશત ઉભી થઇ છે. ત્યારે હવામાન ખાતુ એટલુ કહે છે કે એકાદ વીક બાદ વરસાદની શકયતા છે.

કલેકટર કચેરીના ક્ધટ્રોલમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 36.5 ડીગ્રી, લઘુતમ તાપમાન 28.5 ડીગ્રી, હવામાં ભેજ 77 ટકા, પવનની ગતી 40 થી 45 કીમી રહી હતી.

હાલારમાં મગફળી અને કપાસનું વાવેતર પુરજોશમાં થઇ રહયું છે, આ વખતે વાવાઝોડાના કારણે સિસ્ટમમાં થોડો ફેરફાર થયો છે, જેને કારણે વરસાદ થોડો વહેલો આવ્યો છે, જો કે જીલ્લાના કેટલાક ગામડાઓમાં અત્યાર સુધીમાં 11 ટકા વરસાદ પડી ચુકયો છે, કેટલાક ગામડાઓમાં 8 થી 9 ઇંચ સુધી વરસાદ પડયો છે, ત્યારે જો વરસાદ ખેચાશે તો વાવેલ બિયારણ ઉપર તેની અસર પડશે, જો કે હવામાન ખાતુ કહે છે કે 3 જુલાઇથી વરસાદ આવશે.

જામનગરમાં ગઇકાલે 40 થી 45 કીમીની ઝડપે પવન ફુંકાયો હતો જેથી મોડી સાંજે ગરમીમાં રાહત થઇ હતી પરંતુ દિવસ દરમ્યાન હવામાં ભેજ વધવાના કારણે ભારે બફારો જોવા મળ્યો છે. ગામડાઓમાં વાદળો બંધાય છે પરંતુ મેઘરાજા મન મુકીને વરસતા નથી, હાલારના કેટલાક ગામડાઓમાં 8 થી 9 ઇંચ વરસાદ પડી ચુકયો છે અને કયાંક હજુ વરસાદની રાહ જોવાય છે.

જામનગર અને દેવભુમી દ્વારકા જીલ્લામાં મોટેભાગે 70 ટકા જમીનમાં મગફળી અને કપાસનું વાવેતર થાય છે, ખેડુતો પણ દર વર્ષે સારો પાક મેળવે છે અને આ વર્ષે પણ 100 ટકા વરસાદની શકયતા હોય, પાકનો સારો ઉતાર મળશે તેવી ખેડુતોને આશા જાગી છે.

જામનગર અને દેવભુમી દ્વારકા જીલ્લાના કેટલાક ગામોમાં સારો એવો વરસાદ પડયો છે, ખાસ કરીને કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર અને લાલપુર વિસ્તારમાં 5 થી 9 ઇંચ જેટલો વરસાદ પડયો છે, કેટલાક ચેકડેમોમા પાણીની સારી આવક થઇ છે, હાલમાં કેટલાક મજુરો કોરોનાના કારણે વતન ગયા હતા તે પણ પાછા આવી ગયા છે તેવા અરસામાં હાલારમાં વાવણીકાર્ય પણ અત્યારે પુરજોશમાં શ થઇ ગયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)