જામનગરમાં રેલ્વે ટ્રેક પર યુવકોને ફોટોગ્રાફી કરવાનું ભારે પડ્યું, અચાનક આવી ટ્રેન અને....

  • June 10, 2021 01:55 PM 

અચાનક ટ્રેન આવી જતાં સ્કુટી મુકી ભાગ્યા: વિડીયો થયો વાયરલ

સોશ્યલ મીડીયાનો ક્રેઝ દિવસે દિવસે બેફામ રીતે વધી રહ્યો છે, સેલ્ફી લેવા જતા મૃત્યુના બનાવો નોંધાયા હોવાના દાખલો બહાર આવી ચૂક્યા છે, ઘણી વખત વિચિત્ર સ્થળો અને જોખમી જગ્યાએ લોકો ફોટા પડાવવા માટે જતા હોય છે, જો કે આવા સ્થળોએ ફોટોગ્રાફી મોંઘી પડે શકે છે, માટે સાવચેતી રાખવી જરી છે, આવી જ એક ઘટના સોશ્યલ મીડીયામાં વાયરલ થઇ છે, જેમાં જામનગર સાંઢીયા પુલ પાસે રેલ્વે ટ્રેક પર ફોટોગ્રાફી કરતી વેળાએ અચાનક ટ્રેન આવી જતાં ટ્રેક પર સ્કુટી મુકીને યુવકો ભાગી છુટતા મહામુસીબતે બચાવ થયો હતો.

 

સોશ્યલ મીડીયા પર ઘટનાઓ, મારામારી, વાહન ચોરી સહિતના બનાવોના વિડીયો વાયરલ થતાં રહે છે, ગઇકાલે યુવતિને ચંપલવાળી ક્યર્નિો વિડીયો વાયરલ થતો હતો, અગાઉ સર્મપણ રોડ પર રીક્ષા અકસ્માતનો વિડીયો વાયરલ થયો હતો, આ રીતે વિડીયો વાયરલ થતા રહે છે, ગઇકાલે મોડી સાંજે રેલ્વે ટ્રેક પર ફોટોગ્રાફીનો વિડીયો વાયરલ થયો હતો, જેની વિગત જોઇએ તો જામનગરના સાંઢીયા પુલ નજીક રેલ્વે ટ્રેક પર બે યુવાનો ફોટોગ્રાફી કરવા પહોંચ્યા હતા.

 

યુવાન દ્વારા ટ્રેક પર સ્કુટી રાખવામાં આવી હતી અને ફોટોગ્રાફી કરતા હતા,  એ વખતે અચાનક ટ્રેન આવી જતાં યુવાન મુશ્કેલીમાં મુકાયો હતો, ટ્રેક પરથી સ્કુટી હટાવી નહીં શકે, ટ્રેન આવી જતાં સ્કુટીને હડફેટી લીધી હતી, જો કે યુવાન સમય સૂચકતા વાપરીને ટ્રેકની બહાર નીકળી જતાં બચાવ થયો હતો. તાજેતરમાં ફોટોગ્રાફી અને સોશ્યલ મીડીયાને લઇને લોકોના અખતરા જીવને જોખમે મૂકી શકે છે, માટે સાવચેતી રાખવી જરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS