જામનગરમાં પાંચ પત્તાપ્રેમી પોલીસના પાંજરે પુરાયા

  • June 30, 2021 10:56 AM 

તંબોલી માર્કેટ પાસે ઘોડીપાસાનો જુગાર: રોકડ અને સાહિત્ય કબજે

જામનગરના દિગ્વિજય પ્લોટ ૪૯માં તીનપત્તીનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી પોલીસની પકડમાં આવ્યા હતા, જ્યારે તંબોલી માર્કેટ નજીક જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 3 ને પકડી લીધા હતા.

જામનગરના દિગ્વિજય પ્લોટ 49, મંદિરની પાછળના વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા દિગ્વિજય પ્લોટ ૪૯માં રહેતા બંસી કાશીરામ સોલંકી, અરવિંદ કિશોર સોલંકી, પ્રતાપ ધરમશી સોલંકી, કરન રાજુ પરમાર, રોશન રાકેશ બુટીયા નામના શખ્સોને રોકડ રૂપિયા 2100 સાથે પોલીસે દબોચી લીધા હતા.

અન્ય દરોડામાં જામનગરના તંબોલી માર્કેટ પાસે પઠાણ ફળીની સામે ચોકમાં ઘોડી પાસાનો જુગાર રમતા નાગનાથ ગેટ પઠાણ ફળીમાં રહેતા અજીદ અલારખા બ્લોચ, ઈમ્તિયાઝ અલ્લારખ્ખા સિપાઈ, નજીર અબ્બાસ ગોરી ને રોકડ રૂપિયા 15300 સાથે પકડી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)