જામનગર જિલ્લામાં તા. ૧૪ ના રોજ કમોસમી વરસાદની આગાહી
જામનગર જિલ્લામાં આગામી મંગળવાર તા. ૧૪ ના રોજ કમોસમી વરસાદ પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરતા જામનગર ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીઓ દ્વારા તકેદારીના પગલા લેવાનું શ કરી દેવામાં આવ્યું છે, એટલું જ નહીં જિલ્લાના એપીએમસી તેમજ ખેડૂતોએ ખેતજણસોનો જથ્થો સલામત સ્થળે ખસેડી દેવા સૂચના આપી દેવામાં આવી છે, આ કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જો કે ગઇકાલે પપ કીમીની ઝડપે પવન ફૂંકાતા ગરમીથી રાહત થઇ હતી, પરંતુ આજ સવારથી ફરીથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને લોકો એ બફારાનો અનુભવ કર્યો હતો.
રાજ્યના હવામાન ખાતાએ તા. ૧૪ ના રોજ જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદા, અમરેલી અને ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડશે, તેવી આગાહી કરી છે ત્યારે જામનગર જિલ્લાની તંત્ર પણ સચેત બન્યું છે અને હાપા માર્કેટીંગ યાર્ડના સંચાલકોએ પણ આ દિવસે બહુ માલ ન લાવવા ખેડૂતોને સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.
સામાન્ય રીતે જામનગર જિલ્લામાં ૧૦ થી ૧પ જુન આસપાસ ચોમાસુ બેસી જાય છે, પરંતુ આ વખતે અવારનવાર માવઠાથી લોકો પરેશાન થયા છે, એટલું જ નહીં તા. ૧૪ ના રોજ જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી દીધી છે, જેથી આ વખતે કેરીનો ઓછો પાક છે તેમાં પણ હજુ વધુ નુકશાન થશે તેવી શક્યતા છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ લઘુમત તાપમાન ર૭, મહત્તમ તાપમાન ૩પ.પ, હવામા ભેજ ૭૭ ટકા અને પવનની ગતિ પ૦ થી પપ કીમી પ્રતિ કલાક જોવા મળે છે, જામનગર જિલ્લાના કાલાવડ, ધ્રોલ, જોડિયા, જામજોધપુર, લાલપુર સહિતના ગામોમાં પણ વરસાદની આગાહી હોય, તા. ૧૪ ના રોજ તમામ મામલતદારને હેડ કવાર્ટર ન છોડવા સૂચના આપી દેવામાં આવી છે એટલું જ નહીં તમામ એસડીએમને પોતાના વિસ્તારમાં અગમચેતીના પગલાપે સંભવિત: કમોસમી વરસાદ સામે બાથ ભીડવા એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને જરી વ્યવસ્થા ગોઠવવા પણ જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા અને અધિક કલેકટર ભાવેશ ખેર દ્વારા સૂચના આપવામાં આવી છે.
અવારનવાર કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને પણ વ્યાપક નુકશાન થાય છે, એટલું જ નહીં આ વખતે કેશર કેરીના પાકને ૪૦ ટકા જેટલું નુકશાન થઇ ગયું છે, જેના કારણે ભાવો ઉચકાયા છે, આગામી દિવસોમાં જો કમોસમી વરસાદ પડશે તો કેરી તથા અન્ય પાકોને પણ નુકશાન થશે તેમ પણ જાણવા મળે છે. જેથી તકેદારીના ભાગપે જાહેરમાં પડેલી જણસો અને ખેતરમાં થયેલા પાકને વ્યવસ્થિત ઢાંકી દેવા પણ તંત્રવાહકો દ્વારા સૂચના આપી દેવામાં આવી છે.