જામનગર શહેરમાં એક વર્ષમાં પેટ્રોલમાં 19 તથા ડીઝલમાં 20 રૂપીયાનો થયો વધારો

  • June 19, 2021 11:40 AM 

ગયા જેઠ મહિનામાં પેટ્રોલના 74.77 તથા ડીઝલના 74.35 હતા

છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી વચ્ચે પીસાતી આમજનતા ઉપર ઈંધણના ભાવ દઝાડી રહ્યાં છે,ઓઇલ કંપનીઓએ જુનના પ્રથમ દિવસે પણ ભાવ વધારાને બ્રેક મારી નથી,એક-એક કાતરે ભાવ ટીચુક ટીચુક વધી રહ્યા છે.

જામનગર શહેરમાં આજે નોંધાયેલા ભાવમાં પેટ્રોલના રૂ.93-77 તથા ડીઝલના રૂ.94-35 થયા છે.એક તરફ કોરોના મહામારીએ માઝા મૂકી છે,બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાનું નામ નથી લેતા ખેડૂતો,મધ્યમ વર્ગને બે છેડા ભેગા કરવા મુશ્કેલ થઈ રહ્યા છે.

પેલી જુનના રોજ શહેરમાં રૂ.91-41 પેટ્રોલના તથા 91-86 ડીઝલના ભાવ નોંધાયા હતા. આજે ઓગણીસ દીવસમાં પેટ્રોલમાં 2.36 પૈસા ડીઝલમાં 2.49 પૈસાનો વધારો થઈ ચૂક્યો છે આજે નોંધાયેલા ભાવમાં પેટ્રોલ રૂ. 93.77 તથા ડીઝલના ભાવમાં રૂ.94.35 થવા પામ્યો છે.ઇંધણના ભાવ એક એક કાતરે જનતાને ડામ આપી રહ્યા છે ઈંધણના ભાવ વધતાં તેની અસર તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ પર પડી રહી છે.પે્ટ્રોલ અને ડીઝલ  વચ્ચે 58 પૈસાનો તફાવત છે,58 પૈસા સાઈડ કાપીને ડીઝલ આગળ નીકળી ગયું છે.

પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારાની અસર પરીવહનને લીધે તમામ ક્ષેત્રોમાં પડતી હોવાથી આવનારા દિવસોમાં મોંધવારીમાં વધારો થશે જે વધારો જનતા-જનાર્દન પર પડ્યા પર પાટા સમાન જ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS