જામનગર અને નાઘેડીમાં તીન પત્તીની મોજ માણતા 9 પકડાયા

  • June 15, 2021 11:11 AM 

૨૪ હજારની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે લેતી પોલીસ

જામનગરના ગુલાબનગર વાજા વાસના ચુના ભઠા વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 6ને રોકડ સાથે પોલીસે પકડી લીધા હતા, જ્યારે નાઘેડી ગામમાં રોનપોલીસનો જુગાર રમતા 3 પોલીસની ઝપટમાં આવ્યા હતા.

ગુલાબ નગરના વાજા વાસમાં ચૂનાની ભઠ્ઠા વાળી શેરીમાં કેટલાક શખ્સો જાહેરમાં ગંજીપાના વડે મોજ માણી રહ્યા છે આવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને તીનપત્તીનો જુગાર રમતા વાંઝા વાસના હાજીસા ઉમરશા શેખ, કાલાવડના કાશ્મીર પુરાના અમિલશા મામદ શાહ મકવાણી, કાશ્મીર પરા અમીપીર કોલોનીની સામે રહેતો જુમાસા ઇસ્માઇલ શાહ શેખ, કાશ્મીરપરાના ઈરફાનશા કરીમશા શેખ, જુસબશા ઇસ્માઇલશા કારાણી, આદમ શાહ જુસબશા કારાણી નામના શખ્સોને રોકડ રૂપિયા 14200 અને ગંજી પત્તા સાથે સીટી બી પોલીસે પકડી લીધા હતા.

અન્ય એક દરોડામાં નાઘેડી ગામમાં ખુલ્લી બાવળની ઝાડીઓમાં જાહેરમાં રોલ પોલીસનો જુગાર રમતા નાઘેડી નવાપરામાં રહેતા મૂળ કલ્યાણપુરના બામણસા ગામનો વતની હઠીસિંગ ઉર્ફે દાઢી હમીરજી વાઢેર, નગરી ગામના નવા પરામાં રહેતો આસિફ કાસમ કાટલીયા અને નાઘેડી નવાપરાના ભારા કરસન સંઘીયા ને પંચકોશી બી દ્વારા દરોડા દરમિયાન રોકડ રૂપિયા 10620 અને ગંજી પત્તા સાથે પકડી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS