જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાના પગલે ૫૪૫ વિજફિડરો ડેમેજ થતાં ૩૭૪ ગામોમાં અંધારપટ છવાયો

  • May 18, 2021 11:44 AM 

૨૦૯ ફીડરો કાર્યરત થયા: ૩૩૬ ફીડર ની મરામતની કામગીરી ચાલુ: ૧૨૩ ગામોમાં વીજપુરવઠો પુન શરૂ થયો: જ્યારે ૨૫૧ ગામોમાં મરામતની કામગીરી હાથ ધરાઈ: બન્ને જિલ્લાના ૩૮ વીજપોલ ભાગી જતાં તંત્રને ૭.૬૯ લાખનું નુકસાન

હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તૌકતે વાવાઝોડાની સામાન્ય અસર જોવા મળી હતી, પરંતુ તોફાની પવન ને કારણે વીજ તંત્ર ને સારું એવું નુકશાન થયું છે. બંને જિલ્લાના ૫૪૫ વિજ ફીડરોને વાવાઝોડાની અસર થઇ છે. જે પૈકી ૨૦૯ ફિડરો મરામતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યારે ૩૩૬ ફીડર હાલ બંધ છે, અને તેનું સમારકામ ચાલી રહ્યું છે. જેના કારણે જામનગર જિલ્લાના ૧૮૪ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૮૦ મળી કુલ ૩૭૪ ગામોમાં અંધારપટ છવાયો છે. જે પૈકી ૧૨૩ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત બની ગયો છે, પરંતુ હજુ ૨૫૧ ગામોમાં મરામતની કામગીરી અવિરત ચાલુ છે. બંને જિલ્લાના કુલ ૩૮ વીજપોલ ભાગી ગયા હોવાથી વીજ તંત્ર ને ૭.૬૯ લાખનું નુકસાન થયું છે. જે પૈકી ૧૫ પોલ રિપેર થઈ ગયા છે. જોકે હજુ ૨૩ પોલ નું સમારકામ ચાલી રહ્યું છે.

જામનગર જિલ્લાના ૧૮૪ ગામોને વાવાઝોડાની અસર થઈ છે, અને તે ગામમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો છે. જે પૈકી ૨૧ ગામોમાં વીજપુરવઠો પુન: શરૂ કરી દેવાયો છે. પરંતુ હજૂ ૧૬૩ ગામો અંધારામાં છે, અને વીજતંત્ર કામે લાગ્યું છે.

તેજ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૮૦ ગામોમાં અંધારપટ છવાયેલો હતો. જોકે તેના ૯૬ ગામોમાં વીજ મરામતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યારે હજુ આવ્યા ૮૮ ગામોમાં અંધારપટ છે, અને તંત્ર કામે લાગ્યું છે. કુલ ૩૭૪ ગામો ઇન્ફેક્ટેડ થયા હતા, જે પૈકી ૧૨૩ ગામો માં વીજપુરવઠો કાર્યરત થઇ ગયો છે. જ્યારે ૨૫૧ ગામોમાં વીજ સમારકામની કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવી છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૩૮ વીજપોલ તોફાની પવનના કારણે ભાંગી ગયા છે, જેને લઇને વીજતંત્ર ને ૭.૬૯ લાખનું નુકસાન થયું છે. જે પૈકી ૧૫ પોલ ફરીથી ઊભા કરી દેવાયા છે જ્યારે ૨૩ પોલમાં સમારકામની કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગ્રામ્યપંથકના તેમજ દ્વારકા આસપાસના વિસ્તારોમાં વીજ તંત્ર ને વધારે નુકસાન થયું છે. જ્યારે જામનગર જિલ્લાના જામજોધપુર ઉપરાંત જોડીયા અને અન્ય ગ્રામ્ય વિસ્તારમાં વધુ નુકસાની થઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS