બાઇકના ટાયરમાં છરીનો ઘા મારી તરુણને મારી નાખવાની ધમકી
જામનગરના પુનીતનગર વિસ્તારમાં અગાઉ મારા વિરુઘ્ધ કેમ ફરીયાદ કરી હતી એમ કહીને ઉશ્કેરાયેલા મોમાઇનગરના શખ્સે પુનીતનગરના તરુણને ઝાપટો ઝીંકી દઇ મારી નાખવાની ધમકી દીધી હતી તેમજ છરી બાઇકના ટાયરમાં મારી હતી આ મામલો પોલીસમા પહોચતા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના મચ્છરનગર પાછળ પુનીતનગર શેરી નં. ૨માં રહેતા હરવિજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૧૭) નામનો તરુણ ૩૧ના રોજ પોતાના ઘરની બહાર બેઠો હતો ત્યારે આરોપી ત્યાં આવીને કહેલ કે બે મહીના પહેલા તારા મિત્ર રાજવીરસિંહ જીતુભા રાઠોડને મે છરી મારી હતી અને તે વખતે તું આ રાજવીરને હોસ્પીટલ કેમ લઇ ગયો હતો, તે મારા પર કેમ ફરીયાદ કરી હતી એમ કહીને અપશબ્દો કહયા હતા ઉપરાંત ગાલ પર ચાર પાંચ ઝાપટો ઝીંકી દીધી હતી.
આરોપીએ નેફામાથી છરી કાઢી એક ઘા ફરીયાદીના મોટરસાયકલની પાછળના ટાયરમાં મારી જતા જતા ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી આ બનાવ અંગે હરવિજયસિંહએ ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં મોમાઇનગરમાં રહેતા હરપાલસિંહ ઉર્ફે હિરેન ઝાલા નામના શખ્સ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech