જામનગર-દરેડમાં બે શખ્સ દારુની બાટલીઓ સાથે ઝબ્બે

  • September 06, 2023 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ સરદારનગર-૬માં રહેતા સંજય કાના બંધીયા નામના શખ્સને ઇંગ્લીશ દારુની એક બોટલ સાથે દરેડ જીઆઇડીસી ફેસ-૩ સર્કલ પાસે પંચ-બી પોલીસે પકડી લીધો હતો, જયારે સત્યમ કોલોનીમાં રહેતા જયદીપસિંહ ઉર્ફે જલો વજેસંગ ડોડીયા નામના શખ્સને અંગ્રેજી દારુની બાટલી સાથે રુપીયાના સિકકા પાસેથી સીટી-સી પોલીસે દબોચી લીધો હતો.
**
પીધેલા વાહન ચાલકો દંડાયા
ભાણવડથી આશરે ૧૦ કિલોમીટર દૂર જામ રોજીવાડા ગામના પાટીયા પાસેથી પોલીસે દીપક કેશુ કરથીયા નામના ૩૬ વર્ષના શખ્સને રૂ. ૧૦,૦૦૦ ની કિંમતના સાઈન મોટરસાયકલ પરથી જ્યારે ભાણવડથી આશરે ૧૩ કિલોમીટર દૂર કપુરડી ચેકપોસ્ટ પાસેથી જામનગર તાલુકાના નવાગામ ખાતે રહેતા દિપક દેવાયત ચાવડા (ઉ.વ. ૩૫) ને રૂપિયા ૭૦ હજારની કિંમતની સેન્ટ્રો મોટરકારને કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવતા ઝડપી લઇ, કલમ ૧૮૫ વિગેરે હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application