જામનગરમાં 17241 આસામીઓએ એડવાન્સ વેરા વળતર યોજનાનો લાભ લીધો

  • June 02, 2021 10:39 AM 

મિલ્કતવેરા પેટે 4.70 કરોડ અને વોટર ચાર્જના ા. 89 લાખની મહાપાલીકાને આવક : તા. 30 જુન સુધી રિબેટ યોજના ચાલુ રહેશે

જામનગર મહાપાલીકા દ્વારા તા. 17-5-21 થી તા. 30-6-21 સુધી રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે ત્યારે મે મહીનાના અંત સુધીમાં 17241 આસામીઓએ વળતર યોજનાનો લાભ મેળવ્યો છે. જેમાં મિલ્કત વેરા પેટે ા. 4.70 કરોડ, વોટર ચાર્જ પેટે ા. 89 લાખ અને ા. 46.21 લાખનું રીબેટ આપવામાં આવ્યું છે.

આ યોજના અંતર્ગત મિલ્કતવેરામાં 10999 લાભાર્થીઓએ ા. 36.40 લાખ અને વોટર ચાર્જમાં 6242 લાભાર્થીઓએ ા. 9.81 લાખનું રીબેટ મેળવેલ છે. આ ઉપરાંત તા. 31-3-2006 સુધીની રેન્ટબેઇઝ પઘ્ધતી મુજબ મિલ્કત વેરા અને વોટરચાર્જની રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી અને તા. 1-4-2006થી કારપેટ બેઇઝ પઘ્ધતી મુજબ બાકી રહેતી મિલ્કતવેરા અને વોટર ચાર્જની રકમ ઉપર 50 ટકા રાહત યોજના ચાલુ છે. વ્યવસાય વેરાની બાકી રોકાતી રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી તા. 31-5 સુધીમાં 650 લાભાર્થીઓએ 13.26 લાખનો વ્યવસાય વેરો ભરપાઇ કર્યો છે. અને ા. 4.98 લાખની વ્યાજ માફીનો લાભ મેળવેલ છે, વ્યવસાય વેરામાં પણ 100 ટકા વ્યાજમાફી યોજના તા. 30 જુન સુધી ચાલુ રહેશે.

હાલમાં મુખ્ય કેશ કલેકરન વિભાગ ઉપરાંત શ સેકશન, રણજીતનગર, ગુલાબનગર, સીટી સીવીક સેન્ટર, જામનગરની એચડીએફસી, નવાનગર બેંક, કોટક મહીન્દ્રા, આઇડીબીઆઇ બેંકની તમામ બ્રાંચો અને મોબાઇલ ટેક્ષ કલેકશન વેનમાં વેરો સ્વીકારાય છે. ટેક્ષ બાબતે નાયબ કમિશ્નર (ટેક્ષ) જીજ્ઞેશ નિર્મલ, ગોવિંદભાઇ નંદાણીયા, ધિરેન મહેતા જહેમત ઉઠાવી રહયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS