જામનગરમાં શરાબના જથ્થા સાથે બે શખસ ઝબ્બે: એક ફરાર

  • May 27, 2021 10:50 AM 

120 બૉટલ અને કાર કબજે લેતી એલસીબી: દિગ્જામ સર્કલ પાસે દા સાથે એકની અટક: કાનાલૂસમાં 100 લિટર આથો કબજે લેતી પોલીસ

જામનગરના અંધાશ્રમ ફાટક નજીક આવાસ કોલોનીમાં એલસીબીની ટૂકડીએ દરોડો પાડીને બે શખસોને શરાબની 120 બૉટલ અને કાર સાથે પકડી લીધાં હતાં, કુલ 2.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો. દિગ્જામ સર્કલ પાસે દાની બૉટલ સાથે એકની અટક કરવામાં આવી હતી, જેમાં પણ એકનું નામ ખૂલ્યું હતું. આ ઉપરાંત મેઘપર પોલીસ દ્વારા કાનાલુસ ચારણનેસમાંથી 100 લિટર કાચો આથો કબજે કરવામાં આવ્યો હતો.

જામનગરના અંધ આશ્રમ ફાટક, આવાસ કોલોની ખાતે બાતમીના આધારે એલસીબીની ટૂકડીએ દરોડો પાડીને અંધાશ્રમ આવાસ કોલોની, બ્લોક નં.41, મ નં.6માં રહેતાં પ્રવિણ ઉર્ફે પ્રવીણ લક્ષ્મીદાસ ગજરા (ઉ.વ.34) અને આવાસ બ્લોક નં.72, મ નં.10માં રહેતાં અંકિત મુકેશ બારોટ (ઉ.વ.27)ને પકડી લીધાં હતાં.

આરોપીએ  ગેરકાયદે પાસ-પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોનું વેચાણ અર્થે પોતાના કબ્જાની જાયલો કારમાં રાખી રેઇડ દરમ્યાન બોટલ નંગ-120 કિ.રૂ. 48,000/- તથા મોબાઇલ  ફોન, કાર મળી કુલ રૂ. 2,53,000/- ના મુદામાલ સાથે પકડાઇ જતા તથા દારૂ સપ્લાય કરનાર ઇસમને પકડવા ઉપર બાકી  હોય આથી તપાસ ચલાવવામાં આવી રહી છે.

તપાસ દરમિયાન કચ્છના રાપર તાલુકાનો નંદા ગામ આડેસરનો વતની બલભદ્રસિંહ ઉર્ફે બાલુભા જાડેજા ફરાર થઈ ગયો હોય જેની તપાસ કરવામાં આવી રહી છે. ત્રણે’ય આરોપીની સામે પ્રોહિ. મુજબ સિટી ‘સી’માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ અંગેની કાર્યવાહી એલસીબી પીઆઈ ચૌધરીની સૂચનાથી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
બીજા દરોડામાં જામનગરના ખેતીવાડી સામે મૂક-બધિર સ્કૂલની પાછળ રહેતાં અજય ભીખા મકવાણા (ઉ.વ.21)ને ઈંગ્લીશ દાની એક બૉટલ સાથે દિગ્જામ સર્કલ પાસેથી દબોચી લીધો હતો જેમાં હનુમાન ટેકરી નજીક આવેલ સોનલનગરમાં રહેતાં જયેશ ઉર્ફે ભોલિયો લલિત ચૌહાણનું નામ ખૂલ્યું હતું.

આ ઉપરાંત મેઘપર પોલીસે તપાસ કરીને કાનાલૂસ ગામ, ખોડિયાર ચારણનેસ ખાતે રહેતાં કેશા વીઠા હરજાણી (ઉ.વ.21)ના ભોગવટાના મકાનની સામે ઢોરને નાખવાના ભૂક્કાના વાડામાંથી દેશી દા બનાવવાનો 100 લિટર કાચો આથો કબજે કરી પકડી લીધો હતો. મેઘપર પોલીસે કેશા ચારણ સામે ફરિયાદ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS