જામનગરમાં વર્લી મટકાનો જુગાર રમતી મહિલા સહિત બે સકંજામાં

  • October 13, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શંકરટેકરીમાં દરોડો : રોકડ અને આંકડા લખેલી ચિઠ્ઠીઓ કબ્જે


જામનગરના શંકરટેકરી બારોટફળી વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડ સાથે મહિલા સહિત બે ને પકડી લેવાયા હતા.


શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતી જશુબેન મહેન્દ્ર ચાંદ્રા નામની મહિલા જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા સીટી-સી પોલીસે દરોડો પાડીને રોકડા 151 અને આંકડા લખેલી બે ચિઠ્ઠી સાથે અટકમાં લીધી હતી. તપાસ દરમ્યાન શંકરટેકરી 49 રોડ ખાતે રહેતા ભંગારની ફેરીવાળા લખમણ ચના ચૌહાણ નામના ઇસમ પાસે આંકડાની કપાત કરાવતા હોવાનું ખુલ્યુ હતું, બંનેની સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application