જામનગરમાં કોર્પોરેટર ડિમ્પલ રાવલના પ્રયાસોથી ચકલીના માળાનું વિતરણ કરાયું

  • March 22, 2021 10:48 AM 

છેલ્લા પાંચ વર્ષથી જામનગરમાં કરાય છે ચકલીના માળા પાણીના બાઉલનું વિતરણ: કોર્પોરેટરને મળતા ભથ્થામાંથી કરે છે જીવદયાનું ઉદાહરણરૂપ કાર્ય

20 માર્ચ વિશ્વ ચકલી દિન નિમિત્તે  સમગ્ર વિશ્વમાં લુપ્ત થતી ચકલીઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવે છે ત્યારે જામનગરમાં પણ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને શહેરની પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા વિના મૂલ્યે ચકલીના માળા અને પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ છેલ્લા પાંચ વર્ષથી તેમને મળતા કોર્પોરેટર તરીકેના ભથ્થાની રકમ જીવદયાના કાર્યમાં ખર્ચ કરે છે, જેમાંથી તેવો લુપ્ત થતી ચકલીઓને બચાવવા 20 માર્ચના વિના મૂલ્યે ચકલીના માળા અને પાણીના બાઉલનું વિતરણ કરે છે.

આ વર્ષે પણ તેવો એ લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ અને નવાનગર નેચર કલબ, લાખોટા નેચર કલબ તેમજ એનિમલ હેલ્પલાઇનને સાથે રાખી શહેરના સાતરસ્તા સર્કલ, ડી.કે.વી. સર્કલ ખાતે વિના મૂલ્યે ચકલીના માળા અને પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં અંકિતભાઈ રાવલ, મુકેશભાઈ પાઠક, નિલેશભાઈ ગોહિલ, એ.ડી.જાડેજા, અને પ્રતીકભાઈ શર્મા, જતીન જેન, પંકજભાઈ ઠાકર વિગેરે હાજર રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS