પીજીવીસીએલની પ્રી-મોનસુન કામગીરીના ધજાગરા ઉડયા: કેટલાક ફીડરો બંધ; અમુક વિસ્તારોમાં તો ૪ થી ૫ કલાક સુધી લાઈટ બંધ...
જામનગર જિલ્લામાં ગઈકાલે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. દિવસભર અસહ્ય ઉકળાટ અને બફારા બાદ રાત્રે વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદ વરસ્યો હતો. માત્ર બે થી ત્રણ કલાકમા અડધો ઈચ વરસાદ વરસ્યો હતો. અને માત્ર અડધા ઈચ જેટલા વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં લાઈટ ગુલ થતાં લોકો ખૂબ હેરાન પરેશાન થયા હતા.
જામનગર શહેરમાં સવારથી ભારે ઉકળાટ અને બાફ વચ્ચે સાંજે ૭ વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જામનગર, લાલપુર, ખંભાળિયા અને આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ આવ્યો હતો. અને અમુક ગામડાઓમાં પણ લાઈટ ગુલ થઈ હતી.
વરસાદ આવતાની સાથે જ લાઈટ ગુલ થઈ ગઈ હતી. અમુક ફીડરો બંધ થતાં અમુક વિસ્તારમાં ૫ થી ૭ કલાક સુધી લાઈટ બંધ હતી સાથે અમુક વિસ્તારમાં લાઈટ ઓછા વોલ્ટજ સાથે એકાદ કલાક આવી હતી અને પછી પાછી લાઈટ ગુલ થઈ હતી.
જયારે કાલાવડ ઉપરાંત આજુબાજુના નિકાવા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો હોવાના વાવડ મળ્યા હતા.જામજોધપુર ગ્રામ્યમાં પણ તોફાની પવન સાથે વરસાદ પડયો હતો જેમાં શેઠ વડાળા, નરમાણા, સમાણા, બાવરીદળ વગેરે પંથકમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડયા હોવાનુ જાણવા મળ્યુ હતુ.
પ્રથમ વરસાદ આવતા જ પીજીવીસીએલની પ્રી મોનસુન કામગીરીના ધજાગરા ઉડયા હતા. જામનગરના પ્લોટ વિસ્તારમાં ૫ કલાક લાઈટ ગુલ હતી. સાથે શરૂ સેકશન વિસ્તારમાં પણ લાઈટ ૬ કલાક સુધી બંધ હતી અને મધ રાત્રે ૩:૩૦ કે ૪ વાગ્યે લાઈટ ઓછા વોલ્ટેજ સાથે આવી હતી. આ ઉપરાંત હરસદમીલની ચાલી, સાધના કોલોની વિસ્તારમાં પણ લાઈટ ૪ થી ૫ કલાક સુધી બંધ રહી હતી.
લોકોને રાત્રે લાઈટ ન હોવાથી નિંદરમા પણ પરેશાની થઈ હતી. રાત્રે લોકો ઘરની બહાર સુતા હતા ખાસ કરીને બાળકોને વધુ પરેશાની થઈ હતી .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech