શહેરના કેટલાક વિસ્તારોમાં તો ત્રણથી છ કલાક સુધી વિજળી ગુલ થતાં લોકો પરેશાન: પ્રિ-મોનસુનની કામગીરી છ માસથી ચાલતી હોવા છતાં અનેક વિસ્તારમાં લો-વોલ્ટેજની રામાયણ: ગાંધીનગર, નવાગામ સહિતના કેટલાક વિસ્તારોમાં વૃક્ષોની ડાળી વચ્ચે વાયર આવતા અવારનવાર વિજ પુરવઠામાં વિક્ષેપ
પીજીવીસીએલ દ્વારા મોટેભાગે જાન્યુઆરી મહીનાથી જ પ્રિ-મોનસુન કામગીરી શ કરી દેવામાં આવે છે અને આ કામગીરી કેવી થાય છે તે બધા લોકોને ખબર છે, જુન મહીનો અડધો પુરો થઇ ગયો હોવા છતાં પણ વિજ ધાંધીયા યથાવત છે, કેટલાક વિસ્તારોમાં સાવ લો-વોલ્ટેજ છે જેનાથી વિજ ઉપકરણો બળી જાય છે, કયાંક હાઇ-વોલ્ટેજ થઇ જાય છે અને ગાંધીનગર અને નવાગામ ઘેડ વિસ્તારોમાં તો કેટલાક વૃક્ષોની ડાળીઓ વચ્ચેથી વિજ વાયરો પસાર થાય છે, જેવો પવન આવે એટલે તરત જ વિજ પુરવઠો વાયર હલી જવાના કારણે ખોરવાય જાય છે, કેટલાક વિસ્તારોમાં પીજીવીસીએલની પ્રિ-મોનસુનની કાર્યવાહી કયારે પુરી થશે તેમ સમજાતું નથી. એક તરફ અસહ્ય ગરમી છે, તેના ત્રાસમાંથી છોડાવવા પીજીવીસીએલ દ્વારા નકકર કાર્યવાહી થવી જોઇએ તેમ લોકોમાં ચચર્ઇિ રહ્યું છે.
ચોમાસાની શઆત થવાની તૈયારી છે, કયાંક ટીસી ખરાબ થઇ ગયા છે, કયાંક વિજ વાયરો સડી ગયા છે જેના કારણે સ્પાર્ક થાય છે, કોર્પોરેશન અને પીજીવીસીએલ સાથે મળીને દર વર્ષે ઝાડની નાની-મોટી ડાળીઓ કાપીને વાયરોને અન્યત્ર ખસેડે છે, પરંતુ ગાંધીનગર મેઇન રોડ, મચ્છરનગર અને બેડી વિસ્તારના કેટલાક ભાગોમાં અમુક ઝાડની વચ્ચે વાયરો આવેલા છે, આ વાયરો પવન ફુંકાવાથી તરત જ ઘસાય છે અને સ્પાર્ક પણ થાય છે, જેઓ સ્પાર્ક થાય એટલે તરત જ વિજ પુરવઠો કલાકો સુધી બંધ કરી દેવામાં આવતો હોવાની લોકફરિયાદ ઉઠી છે, કેટલાક લોકોએ તો 15 દિવસથી આ ઝાડની ડાળીઓ દુર કરવા પીજીવીસીએલને લેખિક, મૌખિક અને ટેલીફોનીક ફરિયાદો કરી છે પરંતુ પીજીવીસીએલ કોઇનું સાંભળવા તૈયાર નથી એવી છાપ ઉભી થઇ છે.
પીજીવીસીએલના અધિકારીઓ ખરેખર સ્માર્ટ છે, ન્યુઝ પેપરોમાં આખા અઠવાડીયામાં કયાં-કયાં વિજ પુરવઠો બંધ રહેશે તેવી જાહેરાત આપીને સંતોષ માની લે છે, સવારના 6:30 થી બપોરેના 12:30 વાગ્યા સુધીનો વિજ પુરવઠો બંધ કરવાનો ટાઇમ છે પરંતુ 2:30 વાગ્યા પહેલા લાઇટો આવતી ન હોવાની વ્યાપક બુમરેંગ છે. જાહેર નોટીસ આપીને લાઇટ બંધ કરે એ વાત તો ઠીક છે, પરંતુ વગર નોટીસે ગમે ત્યારે લાઇટો ગુલ કરી દેવાનો પીજીવીસીએલનો જાણે કે અધિકાર હોય તેમ લાગે છે.
શહેરના અનેક વિસ્તારોમાં અવારનવાર લો-વોલ્ટેજની ફરિયાદ ઉઠી છે, આ અંગે પણ કોઇ ઘ્યાન આપવામાં આવતું નથી, કેટલાક વાયરો સડી ગયા છે તે કોણ જાણે કયારે બદલાવાશે તે પણ નકકી નથી, ત્યારે પીજીવીસીએલનું તંત્ર હવે સુધરે તો સા એવું લોકો બોલી રહ્યા છે. ઉનાળાની આ વખતેની કારમી ગરમી લોકોને ભારે અકળાવનારી બની હતી, વૃઘ્ધો અને નાના-બાળકો એસી, પંખા વિના રહી ન શકે તેવી ગરમી છે, કેટલાક વિસ્તારોમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં પીજીવીસીએલના કાપના કારણે ઓપરેશન પણ અટકી પડતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
ચોમાસા પહેલા આ પ્રકારની સ્થિતિ છે તો ભરચોમાસે લોકોની કેવી હાલત થશે તે વિચારવા જેવું છે, આમેય એક કહેવત મુજબ થોડા છાંટા પડે એટલે તરત જ સલામતીના બહાને લાઇટો ગુલ કરી દેવામાં આવે છે, અમદાવાદ અને સુરતમાં કયારેય જ લાઇટ જાય છે, તો જામનગરમાં આવું ન બની શકે ? તેવો પ્રશ્ર્ન પણ લોકોમાં પુછાઇ રહ્યો છે.
જામનગરમાં અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખીને શહેરને થાંભલા મુકત કરી દેવાનું આયોજન આઠેક વર્ષથી ચાલી રહ્યું છે, અમુક વિસ્તારમાં અન્ડર લાઇન નખાઇ પણ ગઇ છે, પરંતુ જેટલો અને પીજીવીસીએલ શું કરે છે ? તે કોઇને સમજાતું નથી, સતાધીશો પણ આ પ્રોજેકટ કયાં પહોંચ્યો તે અંગે મગનું નામ મરી પાડતા નથી. જામનગર શહેરમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં વાયરો સડી ગયેલા છે અને કેટલાક ટીસી પણ ચાલે તેવા નથી, કેટલાકના જંપર પણ સાવ ખરાબ છે ત્યારે આ બધુ તાત્કાલીક કરવામાં આવે અને કેટલાક બેન્ડ વળી ગયેલા થાંભલા નવા નાખવામાં આવે તો જ જામનગરની વિજ સમસ્યા હલ થઇ શકે, બાકી તો જયારે-જયારે લાઇટ જાય ત્યારે પીજીવીસીએલના લોકલ ટેલીફોનના રીસીવર નીચે મુકી દેવાય છે અને કેટલાક અધિકારીઓ તો પોતાના મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખે છે, તે વાતથી લોકો પણ અજાણ નથી. ખરેખર તો ઉચ્ચ કક્ષાએથી જ જામનગરમાં જે રીતે વધુ લાઇટ ચાલી જાય છે તે પ્રશ્ર્ન નિવારવા ચોકકસ આદેશ આપવા જોઇએ તેમ પણ લોકમુખે ચચર્ઇિ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech