જામનગરમાં સાળાની પત્ની સાથેના આડા સબંધની શંકાના કારણે યુવાનનું ઢીમ ઢાળી લીધાનું ખૂલ્યું

  • March 26, 2021 09:46 PM 

સાળા, સાસુ-સસરા, પત્ની સહિત છ સામે નોંધાતો ગુનો, આરોપીઓની અટક માટે પોલીસ દ્વારા તજવીજ

જામનગરના ધરાનગરમાં આવેલા અવાવરૂ કૂવામાંથી અર્ધ સળગેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી હતી જેનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે અને સાળાની પત્ની સાથેના આડા સબંધની શંકા રાખીને યુવાનનું ઢીમ ઢાળી દઈ ને કૂવામાં ફેંકી ગયાનું તપાસ દરમિયાન ખોલ્યું છે આ મામલે મૃતકના સાળા સાસુ-સસરા, પત્ની સહિત છ સામે વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેના આધારે પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરવા સહિતની કાર્યવાહી લંબાવવામાં આવી છે.

જામનગરના ધારાનગર ફોરેસ્ટ કોલોની પાછળના અવાવરૂ કૂવામાંથી ચારેક દિવસ પહેલા સળગેલી અને કોહવાયેલી હાલતમાં એક લાશ મળી આવી હતી, તપાસમાં મૃતદેહ પુરુષનો હોવાનું ખુલ્યું હતું પોલીસ દ્વારા પી.એમ કરાવતા શોર્ટ નોટમાં ઈજાનુ નિશાન જોવા મળ્યું હતું દરમિયાનમાં વિશેરા લઇને લેબોટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી બીજી બાજુ ગુમ થયેલા અંગે પોલીસે તપાસ લંબાવી હતી જેમાં મૃતકની ઓળખ થઈ હતી અને મરનાર લલિતભાઈ રામજીભાઈ સોંદરવા ઉંમર વર્ષ 28 હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

પોલીસની તપાસ દરમિયાન આ રહસ્યમય બનાવ પરથી પડદો ઊંચકાયો હતો અને પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો, આ બનાવ અંગે મૃતકના ભાઇ મૂળ સત્તાપર ગામના અને હાલ રાજકોટ ગાંધીગ્રામ ચોકડી પાસે રહેતા સંજય રામજીભાઈ સોંદરવા દ્વારા સીટી બી ડિવિઝનમાં જામનગરના વુલન મીલ પાસે આવેલી ઝુપડપટ્ટી સિદ્ધાર્થ નગર શેરી નંબર ત્રણ માં રહેતા પાલા અરજણ કટારીયા, વિપુલ પાલા કટારીયા, અશ્વિન પાલા કટારીયા, વસંતાબેન લલિત સોંદરવા, જયાબેન પાલા કટારીયા, ભાનુબેન વિપુલ કટારીયા આ તમામની સામે આઇપીસી કલમ 302, 201,114 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે ફરિયાદીના મોટાભાઈ લલીતભાઈ ઉંમર 28 ને તેના સાળા વિપુલ ભાઈના પત્ની ભાનુબેન સાથે આડા સબંધ હોય જેના કારણે મરણ જનાર આરોપીના ઘરે જતા ઉપરોક્ત આરોપીઓએ ફરિયાદીના ભાઈ લલિતભાઈનું કોઈપણ રીતે મોત નીપજાવી લાશને ધરાનગર પાસે આવેલ કૂવામાં નાખી લાશ સળગાવી લલીતભાઈ નું મોત નીપજાવીને પુરાવાનો નાશ કરી એકબીજાને મદદગારી કરી હતી.

આ ફરિયાદના આધારે સીટી બી પીઆઈ ભોયે દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને આરોપીઓ મૃતકના શાળા, સસરા, પત્ની સહિતનાઓની વિધિવત ધરપકડ કરવા માટે તપાસ આગળ ધપાવી છે આ બનાવે શહેરમાં અરેરાટી સાથે ચકચાર જગાવી છે. પોલીસની ઝીણવટ ભરી તપાસ માં હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS