જામનગરમાં વધુ એક માથાભારે શખ્સ ચાર જિલ્લામાંથી તડીપાર

  • June 16, 2021 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર, રાજકોટ, દ્વારકા, મોરબીમાંથી હદ પાર કરાયો: ભાવનગર જિલ્લા ખાતે મુકવા તજવીજ

જામનગરમાં ગઇકાલે સીટી સી ડીવીઝન પોલીસે શંકરટેકરીના શખ્સને જામનગર સહિત ચાર જિલ્લામાંથી હદપાર કયર્િ બાદ સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા વધુ એક શખ્સને ચાર જિલ્લામાંથી તડીપાર કરીને ભાવનગર જિલ્લા ખાતે મુકવા તજવીજ કરવામાં આવી છે.

જામનગર જિલ્લામાં પોલીસ અધિકારી દીપન ભદ્રનએ માથાભારે શખ્સોની ગુનાખોરી અંકુશમાં રાખવા જામનગર જિલ્લામાંથી તડીપાર-હદપાર કરવાની સુચના આપેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયના માર્ગદર્શન મુજબ જામનગર સીટી બી ડીવીઝન પો.સ્ટે. વિસ્તારના રાંદલનગર, ખોડિયાર ડેરી પાસે રહેતો બળદેવસિંહ ઉર્ફે બહાદુરસિંહ ઉર્ફે લાલીયો જાડેજા જાતે દરબાર (ઉ.વ. 30) રહે. રાંદલનગર, ખોડિયાર ડેરી સામે, જામનગર વાળો અવારનવાર રાંદલનગર તથા પટેલ કોલોની વિસ્તારમાં તકરાર તોફાન કરી પોતાની ગુનાખોરી ચાલુ રાખતા મજકુરના ક્રાઇમ રેકર્ડ પરથી પોલીસ ન્સ. કે.જે. ભોયે દ્વારા ફેબ્રુઆરી ર0ર1 માં મજકુર વિઘ્ધમાં ગુજરાત પોલીસ અધિનિયમ 19પ1 ની કલમ 56 (ખ) મુજબ જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, જુનાગઢ જીલ્લામાંથી તડીપારની દરખાસ્ત સબ ડીવી. મેજી. જામનગર શહેર તરફ મોકલવામાં આવેલ હતી.

આ દરખાસ્ત કેસ જામનગર શહેર સબ ડીવીઝનલ મેજી.ની કોર્ટમાં ચાલી જતાં મજકુરને છ માસ માટે ચાર જીલ્લામાંથી હદપાર કરી જામનગર, રાજકોટ, દ્વારકા અને મોરબી જીલ્લામાંથી હદપાર કરવામાં આવેલ છે અને મજકુરને ભાવનગર જીલ્લા ખાતે મુકવા તજવીજ કરવામાં આવેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્સ. કે.જે. ભોયે તથા પો.સબ ઇન્સ. વાય.બી. રાણા તથા એ.એસ.આઇ. મહેશસિંહ વાળા, પો. હેડ કોન્સ. અર્જુનસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS